WHO એ સ્વિકાર્યું- હવાથી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ, બદલાઇ શકે છે ગાઇડલાઇન્સ

જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ વિશે અત્યારે એક્સપર્ટની સલાહ લેવામાં આવશે અને જલદી જ નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ 1 મીટરનું અંતરને વધુ વધારવા અંગે વિચાર કરવામાં આવી શકે છે. 

WHO એ સ્વિકાર્યું- હવાથી પણ ફેલાઇ શકે છે કોરોના વાયરસ, બદલાઇ શકે છે ગાઇડલાઇન્સ

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને હવે કોરોના વાયરસ (Coronavirus) હવાથી ફેલાવવાની સંભાવનાને સ્વિકારી લીધી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ટેક્નિકલ હેડ Maria Van Kerkhove એ કહ્યું કે કોરોના વાયરસ હવામાં રહેવા રહેવા અને હવા દ્વારા ફેલાવવાની સંભાવનાને નકારી શકાય નહી. ખાસકરીને ભીડવાળી જગ્યાઓ અથવા એવી જગ્યાઓ પર જ્યાં હવાની અવર જવર સારી નથી એટલે વેંટિલેશન ઓછું છે. ત્યાં હવા દ્વારા કોરોના વાયરસ ફેલાઇ શકે છે.

જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કહ્યું કે આ વિશે અત્યારે એક્સપર્ટની સલાહ લેવામાં આવશે અને જલદી જ નવી ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવી શકે છે. પરંતુ 1 મીટરનું અંતરને વધુ વધારવા અંગે વિચાર કરવામાં આવી શકે છે. 

32  દેશોના 239 વૈજ્ઞાનિકોએ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને એક ઓપન લેટર લખીને કહ્યું હતું કે ડબ્લ્યૂએચઓ (WHO)નું માનવું છે કે કોરોના વાયરસ શ્વાસ દ્વારા જ નહી હવામાં ઉપલબ્ધ બારીક કણોથી ફેલાઇ શકે છે. 

આ પહેલાં જ માનવામાં આવી રહ્યું હતું કે એક માણસના છીંકવાથી અથવા ખાંસી ખાવાથી અથવા તેને અડવાથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય છે. પરંતુ હવે એવું માનવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના પાર્ટિકલ હવામાં પણ ઉપલબ્ધ હોઇ શકે છે. જેથી લોકોને વધુ સાવધાન રહેવું પડશે. 

ડબ્લ્યૂએચઓએ વધુ એક મહત્વપૂર્ણ વાત કહી કે કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે જોકે આ મહામારીનો પીક એટલે કે ચરમ પર પહોંચવાનું બાકી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડાના અનુસાર દુનિયાભરમાં 1 કરોડમાંથી વધુ લોકો કોરોના વાયરસના શિકાર છે અને 5 લાખ 35 હજાર લોકો આ બિમારીથી જીવ ગુમાવી ચૂક્યા છે. 

સીએસઆઇઆરના ડીજી શેખર માંડેએ કહ્યું કે 'જો માણસના છીંકતા અથવા ખાંસીથી 10 માઇક્રોનથી વધુ મોટા પાર્ટિકલ નિકળે છે તો તે જમીન પર અથવા કોઇપણ પડ પર બેસી જાય છે. પરંતુ જો પાર્ટિકલ 5 માઇક્રોન અથવા તેનાથી નાના છે તો તે 10 થી 15 મિનિટ સુધી હવામાં રહી શકે છે. તેમણે આગળ કહ્યું કે તેનાથી બચવા માટે તમામે સતત માસ્ક પહેરવું જોઇએ. ખાસકરીને બિમાર વ્યક્તિને જો સ્માઇલ, ખાંસી અથવા છીંક ખાઇ રહ્યો છે. જોર જોરથી બોલતા, ભારે પવન, ગીત ગાતી વખતે પણ આ કણ હવામાં રહી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news