Independence Day: કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત લહેરાવ્યો ધ્વજ? જાણો ઇતિહાસ

ભારત માટે આજનો દિવસ ખુબજ ખાસ છે. સમગ્ર દેશ આઝાદીના 73 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવ્યો છે. તમને લાલ કિલ્લાનો મહત્વપૂર્ણ ઇતિહાસ અને મહત્વના તથ્યો જોઇએ.
Independence Day: કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત લહેરાવ્યો ધ્વજ? જાણો ઇતિહાસ

નવી દિલ્હી: ભારત માટે આજનો દિવસ ખુબજ ખાસ છે. સમગ્ર દેશ આઝાદીના 73 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવ્યો છે. તમને લાલ કિલ્લાનો મહત્વપૂર્ણ ઇતિહાસ અને મહત્વના તથ્યો જોઇએ.

કયા પ્રધાનમંત્રીએ કેટલી વખત લહેરાવ્યો ધ્વજ?
જવાહર લાલ નહેરુ- 17
ઇન્દિરા ગાંધી- 16
મનમોહન સિંહ- 10
નરેન્દ્ર મોદી- 7
અટલ બિહારી વાજયેપી- 6
રાજીવ ગાંધી- 5
પી વી નરસિમ્હા રાવ- 5
લાલ બહાદુર શાસ્ત્રી- 2
મોરારજી દેશાઇ- 2
ચૌધરી ચરણ સિંહ- 1
વી પી સિંહ- 1
એચ ડી દેવગૌડા- 1
ઇન્દ્ર કુમાર ગુજરાલ- 1

શું તમને આ વાતની જાણકારી છે કે પીએમ મોદી સૌથી લાંબા સમય સુધી સેવા આપતા બિન-કોંગ્રેસ પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે 2273 દિવસ પુરા થયા છે. તમને અન્ય પ્રધાનમંત્રીના કાર્યકાળની ખાસ જાણકારી જણાવીએ છે.

જવાહર લાલ નહેરુ- 6130 દિવસ
ઇન્દિરા ગાંધી- 5829 દિવસ
મનમોહન સિંહ- 3656 દિવસ
અટલ બિહારી વાજયેપી- 2272 દિવસ
રાજીવ ગાંધી- 1857 દિવસ
પી વી નરસિમ્હા રાવ- 1791 દિવસ
મોરારજી દેશાઇ- 856 દિવસ
લાલ બહાદુર શાસ્ત્રી- 581 દિવસ
વિશ્વનાથ પ્રતાપ સિંહ- 343 દિવસ

લાલ કિલ્લા પર ધ્વજનો ઇતિહાસ
સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવે છે. ધ્વજ લહેરાવ્યા બાદ પ્રધાનમંત્રી દેશને સંબોધિત કરે છે. 15 ઓગસ્ટ 1947ના લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લાથી ધ્વજ લહેરાવ્યો હતો. 13 પ્રધાનમંત્રીએ 73 વખત 15 ઓગસ્ટ પર ધ્વજ લહેરાવ્યો છે. લાલ કિલ્લાથી સૌથી લાંબુ ભાષણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપ્યું છે. 15 ઓગસ્ટ 2016ના પ્રધાનમંત્રી મોદીએ 94 મિનિટનું ભાષણ આપ્યું હતું.

જાણો કયા દેશોને 15 ઓગસ્ટના મળી આઝાદી
જો તમે એવું વિચારો છો કે, 15 ઓગસ્ટના દિવસે માત્ર ભારતને આઝાદી મળી હતી, તો તમે ખોટા છો કેમ કે, આ તારીખના ભારત ઉપરાંત અન્ય 5 રાજ્યો એવા છે, જે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે છે.

ભારત
દક્ષિણ કોરિયા
ઉત્તર કોરિયા
બહરીન
લિચેન્સ્ટીન
કાંગો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news