CBSE 12th Result 2021: ક્યારે આવશે ધોરણ-12નું પરિણામ, CBSE સચિવે આપી મહત્વની જાણકારી
CBSE સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યુ કે, સીબીએસઈ ધોરણ-12ના પરિણામો કોલેજ અને વિદેશી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે સમય પર જાહેર કરવામાં આવશે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના મહામારી (Coronavirus Pandemic) ને જોતા કેન્દ્ર સરકારે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની ધોરણ-12ની બોર્ડ પરીક્ષા રદ્દ કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓને આાગમી ધોરણમાં કઈ રીતે પ્રમોટ કરવામાં આવશે કે પછી કઈ રીતે મૂલ્યાંકન ક્યા આધારે કરવામાં આવશે તેની અત્યાર સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. તેવામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે અસમંજસની સ્થિતિ બનેલી છે.
જલદી જાહેર થશે પરિણામ
આ વચ્ચે CBSE સચિવ અનુરાગ ત્રિપાઠીએ કહ્યુ કે, સીબીએસઈ ધોરણ-12નું પરિણામ કોલેજો અને વિદેશી વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે સમય પર જાહેર કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, સામાન્ય રીતે કોલેજોમાં પ્રવેશ ઓગસ્ટથી શરૂ થાય છે અને હું તમને વિશ્વાસ અપાવું છે કે પરિણામ સમય પર જાહેર થશે.
આ પણ વાંચોઃ 'લાલ લાલ હોઠોં પર ગોરી કિસકા નામ હૈ', 5G પર ચાલી રહી હતી સુનાવણી અને શરૂ થયું જૂહી ચાલવાનું ગીત
ડરો નહીંઃ CBSE વિદ્યાર્થીઓને અપીલ
અનુરાગ ત્રિપાઠીએ કહ્યુ કે, અમે ધોરણ 12ના મૂલ્યાંકન માટે માપદંડ તૈયાર કરવાની પ્રક્રિયામાં છીએ. તે પૂરી થયા બાદ તેની જાહેરાત કરવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ આ માટે થોડી રાહ જોવી પડશે. તેમણે બધાને અપીલ કરી છે કે ડરવાની જરૂર નથી.
કઈ રીતે તૈયાર થશે પરિણામ?
સીબીએસઈ બોર્ડ તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે સીબીએસઈનું ફોકસ હાલ ઇન્ટરનલ અસેસમેન્ટ પર છે. ધોરણ 12ના મૂલ્યાંકનની પદ્ધતિ પ્રમાણે ધોરણ 12નું પરિણામ તૈયાર કરવામાં આવી શકે છે.
પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓ પાસે હવે બીજો વિકલ્પ
પરીક્ષા રદ્દ થવાના સમાચારથી છાત્રો દુખી જોવામળ્યા, તેવામાં વિદ્યાર્થીઓના સંતોષ માટે સીબીએસઈએ પોતાની વેબસાઇટ પર સૂચના જારી કરી છે. તે પ્રમાણે ધોરણ 10 બોર્ડની જેમ ધોરણ 12 માટે ઓબ્જેક્ટિવ ક્રાઇટએરિયા તૈયાર કરવામાં આવશે. જો કોઈ વિદ્યાર્થી સંતુષ્ટ હશે નહીં તો તેને પરીક્ષા આપવાની બીજી તક આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે