દવાના પત્તા પર કેમ હોય છે લાલ લીટી અને બીજા નિશાન? કોરોનાકાળમાં ખાસ જાણો નહીં તો પસ્તાશો

ડોક્ટરની સલાહ પર સીધા તમે મેડિકલ સ્ટોર પહોંચી જઈને દવાઓ લેતા હશો. દવા લેતી વખતે તેના રેટ પણ જોતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી પણ જરૂરી એક વસ્તુ છે જે દવાઓ ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ખોટી દવા લેવાથી પરેશાની વધી જાય છે...જાણો કેવી રીતે.

દવાના પત્તા પર કેમ હોય છે લાલ લીટી અને બીજા નિશાન? કોરોનાકાળમાં ખાસ જાણો નહીં તો પસ્તાશો

નવી દિલ્હી: ડોક્ટરની સલાહ પર સીધા તમે મેડિકલ સ્ટોર પહોંચી જઈને દવાઓ લેતા હશો. દવા લેતી વખતે તેના રેટ પણ જોતા હશો. પરંતુ શું તમે જાણો છો કે તેનાથી પણ જરૂરી એક વસ્તુ છે જે દવાઓ ખરીદતી વખતે તમારે ધ્યાનમાં રાખવી જોઈએ. કારણ કે ખોટી દવા લેવાથી પરેશાની વધી જાય છે...જાણો કેવી રીતે.

લાલ રંગની પટ્ટી
દવા લેતી વખતે તમે દવાની સ્ટ્રિપ પર લાલ રંગની પટ્ટી જોઈ હશે. આ દવા ડોક્ટરની પરચી વગર વેચી શકાતી નથી. આ સાથે જ તમારે આ દવાનું ડોક્ટરની સલાહ  વગર સેવન કરવું જોઈએ નહીં. એન્ટીબાયોટિક દવાઓનો ખોટો ઉપયોગ ન થાય તે માટે દવાઓ પર લાલ રંગની પટ્ટી લગાવવામાં આવે છે. red_line

Rx નો અર્થ શું
જો તમે ક્યારેય ધ્યાન આપ્યું હોય તો અનેક દવાઓના નામની સૌથી ઉપર Rx નું નિશાન હોય છે. આ દવાઓ એવા દર્દીને અપાય છે જેને ડોક્ટરે લખીને આપી હોય. ડોક્ટરની સલાહ વગર આ દવાઓનું સેવન ન કરવું.

rs_line

NRx લખ્યું હોય તો..
દવાઓના નામની ઉપર NRx પણ લખ્યું હોય છે. આ દવાઓ ફક્ત એવા ડોક્ટર લખીને આપી શકે જેમની પાસે નશીલી દવાઓને પ્રિસ્ક્રાઈબ કરવાનું લાઈસન્સ હોય. 

nrx_line

XRx નો અર્થ
આ દવાઓ ફક્ત એવા ડોક્ટરો પાસે હોય છે જેમની પાસે તેનું લાઈસન્સ હોય છે. આ દવાઓ દર્દી મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકતા નથી. પછી ભલે તેની પાસે ડોક્ટરે લખેલી પરચી હોય તો પણ. 

xrx_line

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news