West Bengal: કૂચબિહાર અને સીતલકુચીમાં હિંસા પ્રભાવીત લોકોને મળ્યા રાજ્યપાલ ધનખડ, વિરોધનો કરવો પડ્યો સામનો

ધનખડ ઉત્તરી બંગાળના કૂચબિહાર જિલ્લામાં મથભંગા અને સીતલકૂચી ગયા અને તે લોકો સાથે મુલાકાત કરી જેણે દાવો કર્યો હતો કે બે મેએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટીએમસી સમર્થક ગુંડાએ તેમના પર હુમલો કર્યો હતો. 

West Bengal: કૂચબિહાર અને સીતલકુચીમાં હિંસા પ્રભાવીત લોકોને મળ્યા રાજ્યપાલ ધનખડ, વિરોધનો કરવો પડ્યો સામનો

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ગુરૂવારે સીલતકૂચીમાં તે સમયે કાળા ઝંડા દેખાડવામાં આવ્યા જ્યારે તેઓ ચૂંટણી બાદ થયેલી હિંસાથી પ્રભાવિત લોકોને મળવા ગયા હતા. આ હિંસામાં પાંચ લોકોના મોત થયા હતા. ધનખડના કૂચબિહાર પ્રવાસની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નિંદા કરી છે. રાજ્યપાલને કેટલાક લોકોએ તે સમયે કાળા ઝંડા દેખાડ્યા જ્યારે તેમનો કાફલો મથભંગાથી સીતલકૂચી જઈ રહ્યો હતો. પોલીસે આ દરમિયાન બન્ને તરફ માનવશ્રૃખંલા બનાવી રાખી જેથી કોઈ પ્રદર્શનકારી રસ્તા પર ન આવી શકે. 

વિધાનસભા ચૂંટણીના ચોથા તબક્કા દરમિયાન 10 એપ્રિલે કેન્દ્રીય અર્ધસૈનિક દળોની ગોળીથી જોરપાતકીમાં ચાર લોકોના મોત થયા હતા, ત્યાં પર પણ રાજ્યપાલના પ્રવાસની આલોચના કરતા પોસ્ટર દેખાડવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે સીતલકૂચીમાં પ્રથમવાર મતદાન કરવા આવેલા એક મતદાતાનું મોત લાઇનમાં ઉભા રહેવા સમયે થયું હતું. 

— ANI (@ANI) May 13, 2021

ધનખડ ઉત્તરી બંગાળના કૂચબિહાર જિલ્લામાં મથભંગા અને સીતલકૂચી ગયા અને તે લોકો સાથે મુલાકાત કરી જેણે દાવો કર્યો હતો કે બે મેએ ચૂંટણી પરિણામ આવ્યા બાદ ટીએમસી સમર્થક ગુંડાએ તેમના પર હુમલો કર્યો હતો. આ પ્રવાસ દરમિયાન કેટલીક મહિલાઓએ રાજ્યપાલને કહ્યુ કે, તેમનો સામાન લૂંટવામાં આવ્યો અને પુરૂષોએ જીવ બચાવવા માટે ઘર છોડીને ભાગવુ પડ્યું છે. 

તમે પણ વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવી રહ્યાં છો, તો આ 5 નકલી એપથી રહો સાવધાન! બાકી પસ્તાશો

ભાજપના સાંસદ નિસિથ પ્રમાણિક આ વિસ્તારમાં પ્રવાસ દરમિયાન રાજ્યપાલની સાથે હતા. ભાજપે આરોપ લગાવ્યો કે, લૂટફાટ અને હુમલાને ટીએમસી સમર્થક ગુંડાઓએ અંજામ આપ્યો છે. ટીએમસીના પ્રવક્કા કુણાલ ઘોષે રાજ્યપાલ પર પક્ષપાતનો આરોપ લગાવતા કહ્યુ કે, તેઓ પસંદગીના કેટલાક ભાજપ કાર્યકર્તાઓના ઘરે ગયા. તેમણે દાવો કર્યો કે, રાજ્યપાલ ભાજપ તરફથી કામ કરી રહ્યાં છે. પોતાના પ્રવાસમાં ભગવા પાર્ટીના નેતાઓને લઈને જઈ રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news