Kolkata: અકળાયેલા મમતા બેનર્જી ધરણા પર બેસી ગયા, રાતે 8 વાગ્યા પછી કરશે 2 રેલી
Trending Photos
કોલકાતા: પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જી (Mamata Banerjee) કોલકાતા (Kolkata) માં ગાંધી પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા છે. ચૂંટણી પંચે મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર કરવા પર 24 કલાકના પ્રતિંબધ લગાવ્યા બાદ તેના વિરોધમાં તેઓ શહેરની વચ્ચેવચ ધરણા પર બેસી ગયા.
વ્હીલચેર પર ધરણા ધરવા પહોંચ્યા
મમતા બેનર્જી (Mamata Banerjee) ગત મહિને ઈજાગ્રસ્ત થવાના કારણે વ્હીલચેર પર બેસીને સવારે લગભગ 11.40 વાગે કોલકાતાના માયો રોડ પહોંચ્યા અને તેમણે પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે બેસીને ધરણા શરૂ કર્યા.
મમતા બેનર્જી પાસે કોઈ નેતા હાજર નથી
આ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના કોઈ પણ નેતા કે સમર્થક મમતા બેનર્જી (Mamata Banerjee) પાસે જોવા મળ્યા નથી. આ અંગે સવાલ પૂછવામાં આવતા તૃણમૂલ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે પ્રદર્શન સ્થળ નજીક કોઈ પાર્ટી નેતાને જવાની મંજૂરી નથી. તેઓ ત્યાં એકલા બેઠા છે.
પંચનો નિર્ણય ગણાવ્યો ગેરબંધારણીય અને અલોકતાંત્રિક
ચૂંટણી પંચે મમતા બેનર્જીના કેન્દ્રીય દળો વિરુદ્ધ નિવેદનો અને કથિત ધાર્મિક પ્રવૃત્તિવાળા નિવેદનોના કારણે 24 કલાક સુધી તેમના પ્રચાર કરવા પર રોક લગાવી દીધી. આ નિર્ણયની ટીકા કરતા મમતા બેનર્જીએ કહ્યું હતું કે પંચના ગેરબંધારણીય અને અલોકતાંત્રિક નિર્ણય વિરુદ્ધ મંગળવારે તેઓ શહેરમાં ધરણા ધરશે. તેમણે ટ્વીટ કરી હતી કે 'ચૂંટણી પંચના અલોકતાંત્રિક અને ગેરબંધારણીય નિર્ણયના વિરોધમાં હું કાલે દિવસમાં 12 વાગ્યાથી કોલકાતામાં ગાંધી મૂર્તિ પાસે ધરણા પર બેસીશ.'
રાતે 8 વાગ્યા બાદ બે રેલી કરશે મમતા બેનર્જી
તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જી મંગળવારે રાતે આઠ વાગ્યા બાદ બારાસાત અને બિધાનનગરમાં બે રેલીને સંબોધશે. આ બધા વચ્ચે એક રક્ષા અધિકારીએ કહ્યું કે મમતા બેનર્જી જ્યાં ધરણા ધરી રહ્યા છે તે ક્ષેત્ર સેનાનો છે અને તૃણમૂલને આ કાર્યક્રમ માટે હજુ સુધી મંજૂરી મળી નથી. રક્ષા પ્રવક્તાએ કહ્યું કે હું તમામને સૂચિત કરવા માટે જણાવવા માંગુ છું કે અમને અનાપતિ પ્રમાણપત્ર માટે તૃણમૂલ કોંગ્રેસ પાસેથી આજે 9 વાગે અને 40 મિનિટે અરજી મળી. આ અંગે હજુ પ્રક્રિયા ચાલુ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે