Mamata Banerjee એ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, 2024ની ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાની તૈયારી

Mamata Banerjee Meets Sonia Gandhi: સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે સોનિયા ગાંધી સાથે મુલાકાત સકારાત્મક રહી. વિપક્ષી એકતા અને પેગાસસ મુદ્દે ચર્ચા થઈ છે. મમતાએ કહ્યું કે, વર્તમાન રાજકીય માહોલની પણ ચર્ચા કરવામાં આવી છે.

Mamata Banerjee એ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત, 2024ની ચૂંટણી પહેલા વિપક્ષને એક કરવાની તૈયારી

નવી દિલ્હીઃ Mamata Banerjee Meets Sonia Gandhi: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી દિલ્હીના પ્રવાસે છે. આજે તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. મમતાએ આ મુલાકાત તેવા સમયે કરી છે જ્યારે વિપક્ષની એકતા પર સતત સવાલ ઉઠી રહ્યાં છે. પેગાસસ, કૃષિ કાયદા અને મોંઘવારીના મુદ્દા પર સંસદ ઠપ છે. 

સોનિયા ગાંધી સાથે મુલાકાત બાદ મમતા બેનર્જીએ કહ્યું કે સોનિયા ગાંધી સાથે મુલાકાત સકારાત્મક રહી. વિપક્ષી એકતા અને પેગાસસ મુદ્દે ચર્ચા થઈ છે. મમતાએ કહ્યું કે, વર્તમાન રાજકીય માહોલની પણ ચર્ચા કરવામાં આવી છે. ભાજપને હરાવવા માટે એક થવું પડશે. મમતાએ પેગાસસને લઈને કહ્યું કે, સરકાર જવાબ કેમ આપી રહી નથી. સંસદમાં સરકાર જવાબ આપે. 

મમતાએ સોનિયા ગાંધી સાથે મુલાકાત પહેલા વિપક્ષી દળોને એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી ઈચ્છે છે કે વિપક્ષી દળો એક થાય. કોંગ્રેસને પ્રાદેશિક પાર્ટીઓ પર વિશ્વાસ છે. 

— ANI (@ANI) July 28, 2021

મમતા બેનર્જીએ કહ્યું કે જો બધી પાર્ટીઓ એકથઈ જાય તો એક પક્ષ પર ભારે પડશે. તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષની એકતા અને ચહેરાને લઈને કહ્યું કે, હું રાજકીય જ્યોતિષી નથી, સ્થિતિ પર નિર્ભર કરે છે. જો કોઈ અન્ય નેતૃત્વ કરવા ઈચ્છે છે તો તેનાથી કોઈ સમસ્યા નથી. 

ટીએમસી અધ્યક્ષે કહ્યું કે, કોઈને તો નેતૃત્વ કરવાનું છે. સમય આવવા પર ચર્ચા કરીશું. હું મારી વાત કોઈ પર થોપવા ઈચ્છતી નથી. હું સોનિયા ગાંધી અને અરવિંદ કેજરીવાલને મળી રહી છું. લાલૂ યાદવ સાથે પણ વાત થઈ છે. અમે રોજ વાત કરી રહ્યાં છીએ. હજુ ત્રણ વર્ષ છે. ચર્ચા ચાલી રહી છે. 

તેમણે કહ્યું- મારૂ બધા માટે એક સન્માન છે. સોનિયા ગાંધી વિપક્ષની એકતા ઈચ્છે છે. આ સાથે તેમણે કહ્યું- નરેન્દ્ર મોદી સાથે દેશની ટક્કર થશે. લોકતંત્ર બચાવવાના ચહેરા આવી જશે. હું બનારસ, મથુરા, વૃંદાવન જઈશ. આ મારો દેશ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news