West Bengal: BJP ઉમેદવાર અશોક ડિંડાની ગાડી પર પથ્થરમારો, પીઠમાં થઈ ઈજા, TMC પર આરોપ
bjp candidate ashok dinda: પશ્ચિમ બંગાળથી ફરી હિંસાની ઘટના સામે આવી છે. પૂર્વ ક્રિકેટર અને ભાજપના ઉમેદવાર અશોક ડિંડા પર હુમલો થયો છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election) ના બીજા તબક્કાના ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે ભાજપના ઉમેદવાર અશોક ડિંડા (Ashok dinda) પર હુમલો થયો છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અશોક ડિંડા પૂર્વી મિદનાપુરના મ્યોના સીટથી ભાજપના ઉમેદવાર છે. તેમને આ હુમલામાં પીઠ પર ઈજા થઈ છે. એવો આરોપ છે કે પચાસથી વધુ ટીએમસી સમર્થકોએ અશોક ડિંડાની ગાડીને મોયના બજારની નજીક ઘેરી લીધી હતી. આ દરમિયાન તેની ગાડી પર પથ્થરમારો કરવામાં આવ્યો. હુમલામાં ગાડીને પણ નુકસાન પહોંચ્યુ છે.
બંગાળમાં બીજા તબક્કામાં 30 સીટો પર મતદાન
પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાની ચૂંટણીમાં 30 વિધાનસભા સીટો પર ગુરૂવારે મતદાન થવાનું છે. તેમાં 171 ઉમેદવારોનું ભાગ્ય દાવ પર છે, જેમાં 19 મહિલાઓ સામેલ છે. બંગાળમાં કુલ 8 તબક્કામાં ચૂંટણી થવાની છે. ભારતીય જનતા પાર્ટી અને રાજ્યની સત્તામાં રહેલી ટીએમસીએ બીજા તબક્કાની તમામ 30 સીટો પર ઉમેદવાર ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસ, લેફ્ટ અને તેના ઘટક દળ ઈન્ડિયન સેક્યુરલ ફ્રંટના 15 ઉમેદવારો બીજા તબક્કામાં મેદાનમાં છે. તો 32 અપક્ષની સાથે અન્ય 44 ઉમેદવાર પણ મેદાનમાં છે.
West Bengal: Former cricketer and BJP candidate from Moyna, Ashok Dinda attacked by unidentified people in Moyna. Details awaited. pic.twitter.com/wxu6mT335v
— ANI (@ANI) March 30, 2021
બીજા તબક્કામાં નંદીગ્રામમાં પણ ચૂંટણી
ઉલ્લેખનીય છે કે બંગાળમાં પ્રથમ તબક્કામાં 79.79 ટકા મતદાન થયું હતું. હવે બીજા તબક્કામાં રાજ્યની સૌથી ચર્ચાસ્પદ સીટ નંદીગ્રામમાં પણ મતદાન થવાનું છે. મમતા બેનર્જીએ અહીંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી તેને હોટ સીટ બનાવી દીધી છે. તેને ટીએમસીમાંથી ભાજપમાં આવેલા શુભેંદુ અધિકારીનો ગઢ માનવામાં આવે છે. શુભેંદુ અધિકારીએ દાવો કર્યો છે કે તે મમતા બેનર્જીને 50 હજારથી વધુ મતોથી હરાવશે.
બીજા તબક્કા માટે પ્રચાર-પડઘમ શાંત
બંગાળ ચૂંટણીના બીજા તબક્કામાં 4 જિલ્લાની 30 વિધાનસભા સીટો પર 1 એપ્રિલે મતદાન થશે. તેમાં 9 સીટ પૂર્વી મેદિનીપુર જિલ્લાની છે, જ્યારે બાંકુરાની 8 સીટો, પશ્ચિમી મેદિનીપુરની 9 સીટો અને સાઉથ 24 પરગનાની 4 સીટો પર મતદાન થવાનું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે