WB Election 2021: ચૂંટણી પહેલા મમતાને ફરી ઝટકો, 5 ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં જોડાયા
બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ છે. આજે ટીએમસીને ફરી ઝટકો લાગ્યો છે. પાર્ટીના પાંચ ધારાસભ્યોએ મમતા બેનર્જીનો સાથ છોડી ભાજપનો ખેસ પહેરી લીધો છે.
Trending Photos
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Election 2021) પહેલા મમતા બેનર્જીને ફરી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ટીએમસીના પાંચ ધારાસભ્યો પાર્ટી છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે. જે ટીએમસી નેતાઓએ મમતા બેનર્જી (Mamata Banerjee) નો સાથ છોડ્યો છે તેમાં સોનાલી ગુહા, દીપેન્દૂ બિસ્વાસ, રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટૂ લાહિડી, શીતલ સરદાર અને હબીબપુરથી ટીએમસી ઉમેદવાર સરલા મુર્મૂ સામેલ છે.
આ બધા સોમવારે પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, શુભેંદુ અધિકારી અને મુકુલ રોયની આગેવાનીમાં ભાજપમાં જોડાયા છે. રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય 2001થી સિંગુર વિધાનસભા સીટથી ટીએમસી ધારાસભ્ય રહ્યા છે. તેઓ સિંગુરના મુખ્ય ચહેરાઓમાંથી એક છે. આ વખતે પાર્ટીએ તેમને ટિકિટ આપી નથી.
Kolkata: TMC MLAs Sonali Guha, Dipendu Biswas, Rabindranath Bhattacharya, Jatu Lahiri and TMC candidate from Habibpur Sarala Murmu join BJP in presence of West Bengal party president Dilip Ghosh, BJP leaders Suvendu Adhikari & Mukul Roy #WestBengalElections2021 pic.twitter.com/4AtGAHa6H7
— ANI (@ANI) March 8, 2021
ટીએમસી 291 સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચુકી છે, જેમાં 50 મહિલાઓને ટિકિટ આપવામાં આી છે. 2016મા પાર્ટીએ 45 મહિલાઓને ઉમેદવાર બનાવી હતી. આ વખતે પાંચ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. ટિકિટ અપાયા પહેલા પણ ઘણા દિગ્ગજ નેતાઓ ટીએમસીનો સાથ છોડી ચુક્યા છે.
આ પણ વાંચોઃ Mamata Banerjee નો કટાક્ષ, કહ્યું- એક દિવસ એવો આવશે જ્યારે દેશનું નામ નરેન્દ્ર મોદીના નામ પર રાખવામાં આવશે
મહત્વનું છે કે બંગાળ વિધાનસભાની 294 સીટો માટે આઠ તબક્કામાં મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા સીટો માટે 27 માર્ચે મતદાન થશે. તો એક એપ્રિલે બીજા, 6 એપ્રિલે ત્રીજા, 10 એપ્રિલે ચોથા, 17 એપ્રિલે પાંચમાં તબક્કા માટે મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલે, સાતમાં તબક્કામાં 26 એપ્રિલ અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે. મતગણના 2 મેએ થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે