બંગાળમાં 800 ડોક્ટરોનું રાજીનામું, દિલ્હીમાં હડતાળને સમર્થન, દર્દીઓ આવ્યા રસ્તા પર

પશ્ચિમ બંગળામાં ડોક્ટરોની હડતાળના સમર્થનમાં આજે પણ દેશભરની હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળ ચાલું છે. પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, મુંબઇ દરેક જગ્યાએ ડોક્ટરો પશ્ચિમ બંગાળ મામલે અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે.

બંગાળમાં 800 ડોક્ટરોનું રાજીનામું, દિલ્હીમાં હડતાળને સમર્થન, દર્દીઓ આવ્યા રસ્તા પર

નવી દિલ્હી: પશ્ચિમ બંગળામાં ડોક્ટરોની હડતાળના સમર્થનમાં આજે પણ દેશભરની હોસ્પિટલોના ડોક્ટરોની હડતાળ ચાલું છે. પશ્ચિમ બંગાળ, બિહાર, દિલ્હી, મુંબઇ દરેક જગ્યાએ ડોક્ટરો પશ્ચિમ બંગાળ મામલે અવાજ ઉઠાવવા માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ત્યારે, દિલ્હીમાં આજે પણ AIIMS સહિત 18થી વધારે મોટી હોસ્પિટલોના લગભગ 10 હજાર ડોક્ટરોએ હડતાળનું એલાન કર્યું છે. કોક્ટર્સ એસોસિએશને કહ્યું છે કે, અમે પશ્ચિમ બંગાળ સરકારની હડતાળ કરી રહેલા ડક્ટરોની માગો પુરી કરવા માટે 48 કલાકનું અલ્ટીમેટમ આપી રહ્યાં છે. જો સરકાર નિષ્ફળ રહે છે તો અમે એમ્સમાં અનિશ્ચિતકાળ સુધી હડતાળ કરવા પર મજબૂર થવું પડશે.

Live અપડેટ્સ:-

15 જૂન 2019, 12:55 વાગ્યે:-

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશને પશ્ચિમ બંગાળમાં આંદોલનકારી ડોક્ટરો પ્રતિ એકતા દર્શાવતા 17 જૂનના દેશવ્યાવી હડતાળનું આહવાન કર્યું છે.

15 જૂન 2019, 12:52 વાગ્યે:-

દિલ્હી સ્થિત રામ મનોહર લોહિયા હોસ્પિટલ, દિલ્હીની ચિકિત્સા અધ્યક્ષ વીકે તિવારીએ કહ્યું કે, રેસીડેન્ટ ડૉક્ટર્સ આજે હડતાળ પર છે. તેમણે ઓપીડી અને વોર્ડમાં કામ બંધ કરી દીધું છે. જોકે, ઈમરજન્સી સેવાઓ સામાન્ય રીતથી ચાલી રહી છે. અમે પશ્ચિમ બંગાળમાં ડોક્ટરોની સામે હિંસાની ઘટનાની નિંદા કરીએ છે.

15 જૂન 2019, 11:46 વાગ્યે:-

IMAના પ્રતિનિધિમંડળે સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન સાથે કરી મુલાકાત

— ANI (@ANI) June 15, 2019

15 જૂન 2019, 11:14 વાગ્યે:-

એમ્સ રેસીડેન્ટ ડોક્ટર એસોસિયેશનના અધ્યક્ષ અમરિંદર સિંહ મલ્હીએ કહ્યું છે કે, બધા રેસીડેન્ટ ડોક્ટક કામ પર પરત આવી ગયા છે, પરંતુ અમે કાલે બૈજ, પટ્ટીઓ અને હેલમેટ પહેરીને સાંકેતિક વિરોધ દર્શાવીશું.

15 જૂન 2019, 10:46 વાગ્યે:-

હડતાળ પર ગયેલા જૂનિયર ડોક્ટરોએ કહ્યું કે, તે મુખ્યમંત્રી મમત બેનરજી દ્વારા રાજ્ય સચિવાલમાં શનિવાર સાંજે બોલાવેલી બેઠકમાં ભાગ લેશે નહીં.

15 જૂન 2019, 10:32 વાગ્યે:-

દેશના 19 રાજ્યોના ડક્ટરોએ એક સાથે મળી 17ને પૈન ઇન્ડિયા સ્ટ્રાઇકની જાહેરાત કરી છે અને તેની જાણકારી બધાએ પોતપોતાના રાજ્યોમાં આપી દીધી છે.

15 જૂન 2019, 10:26 વાગ્યે:-

હડતાળના કારણે દર્દીઓ અને તેમના પરિવારજનોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, હોસ્પિટલોમાં ઇમર્જન્સી સેવાઓ ચાલી રહી છે. દર્દીઓનું કહેવું છે કે, ડોક્ટરોની હડતાળના કારણે ઓપીડી બંધ છે, જેનાથી ઘણો ફર્ક પડી રહ્યો છે.

15 જૂન 2019, 10:24 વાગ્યે:-

બંગાળના ડોક્ટરોને દેશભરના હોસ્પિટલોનું સમર્થન દિલ્હીના એમ્સ, સફદરજંગ હોસ્પિટલ, ડો. રામ મનોહર લોહિયા હોસ્પિટલના રેસીડેન્ટ ડૉક્ટર્સ એસોસિયેશન, યુનાઈટેડ રેસિડેન્ટ એન્ડ ડૉક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (યુઆરડીએ) અને ફેડરેશન ઓફ રેસીડેન્ટ ડૉક્ટર્સ એસોસિએશન (એફઓઆરડીએ)એ ડોકટરોને સંરક્ષણ પૂરું પાડવાની માગને સમર્થન આપ્યું છે. ડોક્ટરોના આ સંગઠનોએ પશ્ચિમ બંગાળના ડોકટરો સામે હિંસા માટે હર્ષવર્ધનને એક મેમોરેન્ડમ આપ્યું છે.

15 જૂન 2019, 10:23 વાગ્યે:-

પશ્ચિમ બંગાળમાં હડતાળ પરત ખેચીં લેશે ડોક્ટર્સ, જો મમતા બેનરજી માની લેશે આ 6 શરતો!

15 જૂન 2019, 10:22 વાગ્યે:-

કોલકાતામાં ઘાયલ ડોક્ટરને મળ્યા રાજ્યપાલ કેસરીનાથ ત્રિપાઠી

15 જૂન 2019, 10:21 વાગ્યે:-

પશ્ચિમ બંગાળમાં 800 ડોક્ટરોએ રાજીનામું આપ્યું.

15 જૂન 2019, 10:20 વાગ્યે:-

એમ્સના એક વરિષ્ઠ ડોક્ટરના જણાવ્યા અનુસાર, એમ્સમાં શુક્રવારના લગભગ 645 નાની અને મોટી સર્જરી હતી. હડતાળના કારણે ઇમર્જન્સીને છોડી મોટાભાગની સર્જરી રદ થઇ ગઇ છે. એમ્સની જેમ દેશની ઘણી હોસ્પિટલોમાં દર્દીઓના આ હાલ છે. દર્દી સારવાર વગર તડપી રહ્યાં છે અને ડોક્ટર હડતાળમાં લાગ્યા છે.

15 જૂન 2019, 10:19 વાગ્યે:-

ડોક્ટરોની હડતાળના કારણે ભારતના ઘણા ભાગમાં સ્વાસ્થ્ય સેવાઓ સંકુચિત થઇ છે. પશ્ચિમ બંગાળમાં ઘણી જગ્યાઓ પર લોકોને સારવાર ન મળવાથી ઘણી મુશ્કેલીઓનો સોમનો કરવો પડી રહ્યો છે.

જુઓ Live TV:-

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news