લગ્ન કાર્ડમાં મહેમાનો પાસે માંગવામાં આવી અનોખી ગીફ્ટ, જાણીને ચોંકી ઉઠશો
સામાન્ય રીતે લગ્નમાં ગીફ્ટ આપવાની વાત કાર્ડમાં નથી હોતી, આ કાર્ડમાં યુવક પક્ષે સ્પષ્ટ રીતે ગીફ્ટની માંગણી કરી છે
Trending Photos
નવી દિલ્હી : જેમ - જેમ લોકસબા ચૂંટણી નજીક આવતી જાય છે, તેમ તેમ દેશની રાજકીય વાતાવરણ ગરમાઇ રહ્યું છે. રાજનીતિક દળોનાં નેતાઓ દ્વારા રેલીઓ અને જનસંપર્કોનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ સમર્થકો દ્વારા પોતનાં નેતાઓને મતદાન કરવાનાં સમાચાર સોશિયલ મીડિયા પર ખુબ શેર તઇ રહ્યા છે. બીજી તરફ લગ્નનાં કાર્ડ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનેલા છે. સામાન્ય રીતે લગ્નમાં ગિફ્ટ આપવાની વાત કાર્ડમાં નથી હોતી. આ કાર્ડમાં વર પક્ષે સ્પષ્ટ રીતે લોકોને ગિફ્ટ આપવાની વાત કરી છે. વર પક્ષે કાર્ડમાં ગિફ્ટ સ્વરૂપે 2019ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનાં પક્ષમાં મતદાન કરવા માટેની અપીલ કરી છે.
આ કાર્ડને સુરત જયસિંધાનિયા પરિવારે 1 જાન્યુઆરીના રોજ પુર્ણ થયેલા પોતાના પુત્રનાં લગ્ન માટે છપાવ્યું હતું. કાર્ડના અંતમાં લખવામાં આવ્યું છે કે, અમારી ગીફ્ટ 2019 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદીને તમારો મત છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર એવું જ એક વધારે કાર્ડ પણ ખુબ જ શેર કરવામાં આવી રહ્યું છે. આ કાર્ડ કર્ણાટકનાં મેંગલોરનાં અતવાર પરિવારે 10 ફેબ્રુઆરીએ આવનારા પોતાનાં પુત્રનાં લગ્ન માટે છપાવ્યું છે. આ કાર્ડનાં અંતમાં પણ ગિફ્ટ માંગવામાં આવ્યું છે જે સુરત વાળા કાર્ડમાં મંગાવવામાં આવ્યું છે. કાર્ડના અંતમાં લખ્યું છે, અમારી ગીફ્ટ 2019 લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન મોદી માટે તમારો મત છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવેલા કાર્યોનો ઉલ્લેખ કરતા કેટલાક લગ્નને કાર્ડ વાયરલ થયા હતા. આ કાર્ડોમાં કેન્દ્ર સરકારની યોજનાઓ અને વિકાસનાં કાર્યોનો ઉલ્લેખ હતો. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ-એપ્રીલ મહિનામાં લકોસભાની ચૂંટણી હોઇ શકે છે. ગત્ત વખતે વડાપ્રધાન મોદીને મળેલા સમર્થનમાં સોશિયલ મીડિયાની મહત્વની ભઉમિકા રહી હતી. એટલા માટે એકવાર તેમનાં ફેન્સ લોકોને ભાજપ માટે મતદાન કરવામાં જોડાઇ ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે