ગરમીમાંથી મળશે રાહત, ક્યાંક વરસાદ સાથે કરા, તો ક્યાંક વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડશે

Weather forecast: દેશના 14 રાજ્યોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ છે. 
 

ગરમીમાંથી મળશે રાહત, ક્યાંક વરસાદ સાથે કરા, તો ક્યાંક વાવાઝોડા સાથે ધૂળની ડમરીઓ ઉડશે

Weather Updates: દેશના મોટા ભાગમાં પ્રી મોનસૂનની ગતિવિધિઓ વધી ગઇ છે. તેના લીધે ઘણા રાજ્યોમાં ગરમીમાંથી રાહત મળશે. ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં વરસાદ થયો છે. સ્કાઇમેટ વેધરના રિપોર્ટ અનુસાર હવામાન સિસ્ટમના સંયોજનના લીધે આ પ્રકારની હવામાન પેટર્ન હજુ જોવા મળશે. તેના લીધે દેશના ઘણા ભાગમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પણ પડશે. 

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, પશ્વિમી ઉત્તર પ્રદેશ, પશ્વિમી મધ્ય પ્રદેશમાં વિજળી સાથે વાવાઝોડું આવી શકે છે. આ દરમિયાન આ રાજ્યોના કેટલાક ભાગમાં ભારે પવન સાથે કરા પડી શકે છે. 

હવામાન વિભાગના અનુસાર પૂર્વી ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ, વિદર્ભ, અસમ અને મેઘાલયમાં વિજળી સાથે 30-40 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. છત્તીસગઢ, પશ્વિમ બંગાળના હિમાલયી ક્ષેત્ર અને સિક્કીમમાં વિજળીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જમ્મૂ કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના કેટલાક ભાગમાં હિમવર્ષા થઇ શકે છે, જ્યાર ઘણી જગ્યાઓ પર ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

સ્કાઇમેટ વેધરના અનુસાર આગામી 24 કલાકમાં પશ્વિમી હિમાલય, સિક્કિમના કેટલાક ભાગ અને અરૂણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વિદર્ભ અને મધ્ય પ્રદેશના કેટલાક ભાગમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. આંતરિક કર્ણાટક, કેરળ, તેલંગાણાના ભાગો, છત્તીસગઢ, મરાઠવાડા, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ઝારખંડ, ઓડિશા, લક્ષદ્વીપ અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.

પંજાબ, હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ધૂળની આંધી છે. કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા કરા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી, કેરળ જેવા દક્ષિણી રાજ્યોમાં હવામાન ગરમ અને ભેજવાળું રહેશે.

આજે કેવું રહેશે હવામાન
આજે 14મી એપ્રિલે પણ વાદળછાયું વાતાવરણ રહેશે. દિલ્હી એનસીઆરમાં ભારે પવનની સંભાવના છે. હળવો વરસાદ પડશે. તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. રવિવારે મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહી શકે છે. આજે પવનની ઝડપ 30-40 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે. જો કે વરસાદના કારણે ધૂળની ડમરીઓ ઓછી ઉડશે.

15 એપ્રિલ બદ વરસશે 'આગ'!
ઉત્તરથી લઇને દક્ષિણ ભારત સુધી ઘણી જગ્યાએ હીટવેવ  (Heatwave) થી રાહત મળી છે. 14-15 એપ્રિલ સુધી ભારતના કોઇપણ ક્ષેત્રમાં લૂની સ્થિતિ ન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે ઓડિશા અને તટિય આંધ્ર પ્રદેશમાં 15 એપ્રિલ બાદ હીટવેવને લઇને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news