Heavy Rain Forecast: આજથી આ વિસ્તારોમાં આવશે હવામાનમાં પલટો, બિપરજોય જેવા વાવાઝોડાનું પણ તોળાઈ રહ્યું છે જોખમ
Gujarat Weathter Forecast: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોના હવામાનનો મિજાજ આજથી બદલાવવાનો છે. યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે.
Trending Photos
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોના હવામાનનો મિજાજ આજથી બદલાવવાનો છે. યુપી સહિત અનેક રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 14-17 ઓક્ટોબર સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ પડશે. આ ઉપરાંત દક્ષિણ ભારતના તમિલનાડુ, કેરળમાં પણ આગામી ચારથી પાંચ દિવસ સુધી વરસાદની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે માલદા, રાયચુર, નાલગોંડા, વિશાખાપટ્ટનમ વગેરેથી ચોમાસું વિદાય થઈ રહ્યું છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો તમિલનાડુમાં 30-40 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાશે. આ ઉપરાંત કેરળ, માહે, તમિલનાડુમાં 14-18 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદ પડશે. લક્ષદ્વીપની વાત કરીએ તો અહીં 14 ઓક્ટોબર, સાઉથ ઈન્ટીરિયર કર્ણાટકમાં 16 અન 17 ઓક્ટોબરના રોજ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો.
ઉત્તર પશ્ચિમ ભારતની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, હિમાચલ પ્રદેશ, પંજાબમાં 14-16 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદ પડશે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં કાલ અને પરમ દિવસથી અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે.
પૂર્વ ભારતની વાત કરીએ તો હવામાન વિભાગે કહ્યું છે કે આંદમાન અને નિકોબાર 16-18 ઓક્ટોબર વચ્ચે ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. જ્યારે પશ્ચિમ ભારતના દક્ષિણી કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્રમાં 14થી 16 ઓક્ટોબર વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ પડવાની વકી છે.
ગુજરાત પર વાવાઝોડાનું જોખમ
ગુજરાતના માથે ફરીથી બિપરજોય જેવા વાવાઝોડાની ઘાત તોળાઈ રહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે ચિંતાજનક આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ અરબસાગરમાં બીપરજોય જેવું વાવાઝોડું સર્જાશે. 16 ઓક્ટોબરે અરબસાગરમાં હલચલ જોવા મળશે. 18 ઓક્ટોબરે લો પ્રેશર બનશે. અને પછી 22થી 24 ઓક્ટોબરે ચક્રવાત આવશે. જે બંગાળના ઉપસગારનો ભેજ ખેંચતા મજબૂત બનશે. તરત બાદ પશ્ચિમી વિક્ષેભ આવતા લઘુત્તમ તાપમાન ઘટશે. જો કે હાલ વાવાઝોડું ક્યાં ફાંટાશે તેવી આગાહી કરવી તે મુશ્કેલ છે પરંતુ જો વાવાઝોડું ઓમાન તરફ ફન્ટાય તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. નહીંતર રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે.
આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યાં મુજબ જો કે મોટાભાગે હાલની સ્થિતિ જોઈ તો વાવાઝોડું ઓમાન તરફ જવાની શક્યતા છે. આ ઉપરાંત 22 થી 26 ઓક્ટોબરે પોસ્ટ મોન્સૂન આવશે. 17 ઓક્ટોબરે સમુદ્ર કિનારે પવન ફંકાશે. જેના લીધે સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગે વરસાદ આવશે.
જુઓ Video
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે