Weather Report : દિલ્હી-NCRમાં તોફાની પવનથી ગરમીમાં રાહત, ગુજરાતમાં બંદરો પર રેડ એલર્ટ

ભારતીય હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને વિદર્ભમાં ગરમીની સ્થિતિ વધુ ગંભીર થવાની સંભાવના છે 
 

Weather Report : દિલ્હી-NCRમાં તોફાની પવનથી ગરમીમાં રાહત, ગુજરાતમાં બંદરો પર રેડ એલર્ટ

નવી દિલ્હીઃ છેલ્લા 15 દિવસથી સમગ્ર ઉત્તર ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું 7 દિવસ મોડું આવ્યા પછી 8 જૂનના રોજ કેરળમાં પહોંચી ગયું છે. કેરળમાં પ્રથમ વરસાદની સાથે જ હવામાનમાં ઠંડક પ્રસરી ગઈ છે. ભારતીય હવામાન ખાતાની આગાહી અનુસાર મંગળવારે તિરૂવનંતપુરમ, કોઝિકોડમાં આજે પણ ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. વરસાદના આગમનની સાથે જ ભારતમાં 4 મહિનાની ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. 

પૂર્વત્તર ભારતમાં હવામાનની સ્થિતિ ચોમાસાની પેટર્ન મુજબ લગભગ અનુકૂળ બનેલી છે અને અહીં આગામી ત્રણ દિવસ સુધી હવામાન યથાવત રહેવાની સ્થિતી છે. એટલે કે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને વિદર્ભમાં આગામી ત્રણ દિવસ સુધી ભીષણ ગરમી પડી શકે છે. જોકે, 'વાયુ' વાવાઝોડું બે દિવસમાં ગુજરાતના સમુદ્ર કિનારે ત્રાટકવાની સંભાવના છે. તેના કારણે રાજ્યના મોટાભાગના બંદરો પર રેડ એલર્ટ કરી દેવાયા છે. 

— ANI (@ANI) June 11, 2019

હવામાન ખાતાની આગાહી અનુસાર દિલ્હીમાં 11 જુનથી 14 જુન સુધી તોફાની પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. જેથી લોકોને ગરમીમાં રાહત મળી શકે છે. જોકે, 15 જૂનના રોજ લોકોને ફરી એક વખત ભીષણ ગરમીનો સામનો કરવો પડી શકે છે. મંગળવારે રાજધાનીમાં સવારથી જ ઠંડો પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. 

ગુજરાત પર ત્રાટકશે 'વાયુ' વાવાઝોડું 
આગામી 12-13 જુનના રોજ ગુજરાતના સૌરાષ્ટ્ર સમુદ્ર કિનારે 'વાયુ' વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. આ વાવાઝોડાના કારણે અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિત સમુદ્રકિનારારાના વેરાવળ, ભુજ અને સુરતમાં વરસાદના હળવા ઝાપટા પડી શકે છે. ભારતીય હવામાન ખાતા અનુસાર 90-100 કિમી કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં ઉત્તરપૂર્વ વિસ્તારમાં તેની ઝડપ 115 કિમી પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે. 

મુંબઈમાં વરસાદની સંભાવના
મુંબઈમાં મંગળવારે પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે. મુંબઈ અને તેની આજુબાજુના વિસ્તારમાં 11થી 13 જુન સુધી હળવો વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. 14થી 17 જૂન દરમિયાન અહીં ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે. 

ગુજરાતમાં વાવાઝોડું ટકરાવાને હવે થોડા કલાકો બાકી, વેરાવળથી 740 કિમી દૂર

હવામાન ખાતાની 11 જૂનની આગાહી 

  • ગાજવીજ સાથે વાવાઝોડું અને વરસાદઃ જમ્મુ-કાશ્મીર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તાર, ઉત્તરાખંડ, વિદર્ભ, છત્તીસગઢ, બિહાર, ઓડીશા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, આંધ્રપ્રદેશનો સમુદ્ર કિનારાનો વિસ્તાર, તેલંગાણા, કર્ણાટક અને તમિલનાડુ 
  • ધૂળ સાથે ગરમ પવનઃ પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન
  • ભારેથી અતિભારે વરસાદઃ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રીપુરા, કોંકણ અને ગોવા, કર્ણાટકનો સમુદ્રી કિનારો અને કેરળ. 
  • હીટ વેવઃ પશ્ચિમ અને પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના કેટલાક વિસ્તાર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીના કેટલાક ભાગમાં ભીષણ ગરમી પડવાની સંભાવના. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news