IMD ALERT: મૌસમે બદલ્યો મિજાજ, આગામી 4 સુધી આ રાજ્યોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

Aaj Ka Mausam: હવામાને ફરી એકવાર મિજાજ બદલ્યો છે. મધ્ય પ્રદેશ સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના છે. વિજળી અને કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. 

IMD ALERT: મૌસમે બદલ્યો મિજાજ, આગામી 4 સુધી આ રાજ્યોમાં ગાજવીજ અને કરા સાથે વરસાદની આગાહી

17 March 2024 Weather Update: થોડા કેટલાક દિવસોથી આકાશ સ્વચ્છ છે, છેલ્લા કેટલાક દિવસોથી તડકો નિકળી રહ્યો છે. બપોરે તડકો એટલી હદે વધી ગયો છે કે બહાર નિકળવાનું લોકો ટાળી રહ્યા છે. અડધો માર્ચ મહિનો વિતી ગયો છે. લોકો ગરમીથી પરેશાન થઇ ચૂક્યા છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અનુમાન છે કે મધ્ય પ્રદેશથી માંડીને નોર્થ-ઇસ્ટ સુધી ઘણા રાજ્યોમાં વરસાદના અણસારક છે. જેના લીધે તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. આ ઉપરાંત વિજળી, કરા અને ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. 

આગામી 24 કલાકમાં કેવું રહેશે હવામાન?
સ્કાયમેટ વેધર રિપોર્ટ અનુસાર, 17 અને 20 માર્ચની વચ્ચે ગંગાના પશ્ચિમ બંગાળમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સાથે વાદળો ગર્જના કરશે. વીજળી પડશે અને જોરદાર પવન ફૂંકાશે. આ સિવાય 17 માર્ચે પણ કરા પડવાની સંભાવના છે. તો બીજી તરફ વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં પણ વરસાદ જોવા મળી શકે છે. અહીં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય વીજળી પડવાની પણ સંભાવના છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દક્ષિણ ભારતથી ઉત્તર-પૂર્વની હવામાનની સ્થિતિ
તો બીજી તરફ 19 માર્ચે છત્તીસગઢ અને ઓડિશામાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશમાં આગામી 4 દિવસમાં હળવો વરસાદ પડી શકે છે. તે જ સમયે કેરળમાં 17 અને 18 માર્ચે વરસાદ જોવા મળી શકે છે. આ સિવાય આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા અને મિઝોરમમાં 17 થી 22 માર્ચ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ગત 24 કલાકમાં ક્યાં વરસ્યો વરસાદ
ગત 24 કલાકમાં પશ્વિમ બંગાળ, નોર્થ ઓડિશા, ઝારખંડના કેટલાક વિસ્તારો, અરૂણાચલ પ્રદેશ અને સિક્કિમમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. બિહાર, છત્તીસગઢ, ઇસ્ટ અસમ અને મણિપુરમાં અલગ અલગ સ્થળો પર હળવો વરસાદ વરસ્યો છે. જોકે બાકી દેશમાં હવામાન શુષ્ક અને ગરમ રહ્યું છે. તમિલનાડુ, રાયલસીમા અને કેરલમાં ગરમ અને ઉકળાટની સ્થિતિ છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news