બંગાળની ખાડીમાં ન થવાનું થઈ રહ્યું છે! 90KMની ઝડપવાળા તોફાનની ચેતવણી, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારતમાં ચોમાસું હવે નબળું પડવા લાગ્યું છે. પરંતુ આ વખતે ચોમાસુ જવામાં વાર લાગી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાંથી જઈ ચૂક્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં વરસાદ ઓછો થઈ ગયો છે. પરંતુ બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી એક્ટિવ થઈ રહ્યું છે.

બંગાળની ખાડીમાં ન થવાનું થઈ રહ્યું છે! 90KMની ઝડપવાળા તોફાનની ચેતવણી, ગુજરાત સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારતમાં ચોમાસું હવે નબળું પડવા લાગ્યું છે. પરંતુ આ વખતે ચોમાસુ જવામાં વાર લાગી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાંથી જઈ ચૂક્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં વરસાદ ઓછો થઈ ગયો છે. પરંતુ બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી એક્ટિવ થઈ રહ્યું છે. જેનાથી સમુદ્રી કાંઠા વિસ્તારોમાં 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે. દિલ્હીમાં પણ ઉકળાટથી રાહત મળશે. મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ પડી શકે છે. આ વખતે એક જૂનથી 23 સપ્ટેમ્બર સુધીમાં 880.8MM વરસાદ પડ્યો છે જે સામાન્ય રીતે  837.7MM હોય છે. આ વખતે ચોમાસુ 6 ઓક્ટોબર સુધીમાં વાપસી કરશે. 

આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ગોવા,કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશમાં 25થી 27 સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેરળ અને માહેાં 25-29 અને 30 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડશે. ગુજરાતમાં 25થી 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસ પશ્ચિમ બંગાળના 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. ઓડિશાના 20 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં આગામી 3 દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે. 

— India Meteorological Department (@Indiametdept) September 24, 2024

પ્રદેશના 12 જિલ્લા હજુ પણ પૂરમાં ગળાડૂબ છે. આજે અને કાલે કોંકણ-ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદનું એલર્ટ છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, ગંગીય પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણી કર્ણાટકમાં હળવો વરસાદ વરસી શકે છે. 

— India Meteorological Department (@Indiametdept) September 24, 2024

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે ઉત્તરાખંડમાં મોસમ કરવટ લઈ રહ્યું છે. મંગળવારે પહાડી વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. આજે પણ પ્રદેશના કુમાઉના પહાડોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ વિસ્તાર માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં 3 દિવસથી હવામાન શુષ્ક છે. આજે શિમલા, સોલન, સિરમૌરમાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે અને કાલે 6 જિલ્લામાં આંધી તોફાન આવી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. હિમાચલમાં આ વખતે સામાન્ય 723.10 મિમીથી ઓછો ફક્ત  573.70 મિમી વરસાદ પડ્યો છે. 

— India Meteorological Department (@Indiametdept) September 24, 2024

ગુજરાતમાં આગાહી
શીયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે. આજે  ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ અપાયું છે. નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. 26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

— India Meteorological Department (@Indiametdept) September 24, 2024

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news