Gujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Gujarat Rain Forecast: ભીષણ ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારતને હવે રાહત મળવાના એઁધાણ છે. દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે.  પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.

Gujarat Weather Forecast: 4 દિવસ વહેલું ચોમાસું બેઠું,ગુજરાતમાં આગામી 3 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી

Monsoon 2024: ભીષણ ગરમી સામે ઝઝૂમી રહેલા ઉત્તર ભારતને હવે રાહત મળવાના એઁધાણ છે. દેશમાં ચોમાસું આગળ વધી ચૂક્યું છે અને હવે ગુજરાત, તેલંગણા અને મહારાષ્ટ્ર સહિતતમામ ક્ષેત્રોને કવર કરી ચૂક્યું છે.  પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં તાપમાનમાં પણ ઘટાડો થયો છે. જો કે ચંડીગઢ, પંજાબ જેવાકેટલાક વિસ્તારોમાં હજુ પારો ઉપર છે. યુપીના મોટાભાગના વિસ્તારોમાં મંગળવારે ગરમીનો દોર જોવા મળ્યો. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર નોંધાયું. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસી ગયું છે. આગામી 3 દિવસ ક્યાં વરસાદ પડશે તે ખાસ જાણો. 

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આગળ વધ્યું
પૂર્વાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અસમ અને મેઘાલય, પશ્ચિમમાં મહારાષ્ટ્ર, ગોવાના કેટલાક ભાગો, દક્ષિણમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુ તથા પૂર્વ મધ્ય પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ક્ષેત્રમાં આગળ વધવા અને પૂર્વોત્તર અસર પર ચક્રવાતી હવાઓું ક્ષેત્ર બનવાના કારણે ઝારખંડ, ઓડિશા, બિહાર, છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોમાં વરસાદની શક્યતા છે. આગામી સાત દિવસોમાં નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા સહિત પૂર્વોત્તર ભારતના અન્ય રાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. 

ગુજરાતમાં ચોમાસુ
ગુજરાતમાં સામાન્ય રીતે દર વર્ષે 15 જૂનની આજુબાજુ ચોમાસાની શરૂઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે 4 દિવસ વહેલું એટલે કે 11 જૂનથી શરૂઆત થઈ ગઈ. એટલુ ંજ નહીં આ વર્ષે ચોમાસાની સીઝનનો 90થી 95 ટકા દિવસોમાંથી જ સરેરાશ 38 દિવસ સુધી હળવાથી ભારે વરસાદ પડશે. જેથી આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતા સારા વરસાદના એંધાણ છે. 13 જૂનના રોજ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે. 

આગામી 3 દિવસ ક્યાં વરસાદ
12 જૂનના રોજ દાહોદ, પંચમહાલ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ દિવ, ડાંગ, સુરત વગેરેમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે 13 જૂનના રોજ અમદાવાદ, વડોદરા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દબણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 14મી જૂનના રોજ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, અમરેલી, ભાવનગર,  ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી છે. 

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની સીઝનના 90થી 95 દિવસના 38 દિવસમાં જ ભારેથી હળવો વરસાદ પડવાની વકી છે. જેમાંથી 9 દિવસ ભારેથી અતિભારે, 17 દિવસ મધ્યમ અને 12 દિવસ સુધી હળવો વરસાદ પડી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news