Helmet પહેર્યા પછી પણ કપાઈ રહ્યું છે ₹1,000નું ચલણ, જાણો શું છે મામલો
Helmet Wearing Mistakes: ઘણા લોકો હેલ્મેટ પહેરે છે પરંતુ માત્ર ઔપચારિકતા માટે. એટલે કે હેલ્મેટ પહેરી છે પરંતુ તે માથાના અડધા ભાગ પર લટકેલી રહે છે અથવા તેનો પટ્ટો જોડાયેલો નથી, તો આવી સ્થિતિમાં હેલ્મેટ પહેરવું નકામું છે.
Trending Photos
Motor Vehicle Rules: ટ્રાફિકના નિયમોમાં સુધારો કરવા માટે સમયાંતરે ફેરફારો કરવામાં આવે છે. જો જોવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા નવા નિયમો ઉમેરવામાં આવ્યા છે. આ સાથે નિયમોને વધુ કડક બનાવવા માટે દંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સ્થિતિ એવી છે કે પહેલા જ્યાં ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટ ન પહેરવા બદલ ચલણ ફટકારતી હતી, હવે હેલ્મેટ પહેર્યા પછી પણ ચલણ આપી રહી છે.
વાસ્તવમાં, મોટર વાહન અધિનિયમ, 1988માં એક નવો નિયમ ઉમેરવામાં આવ્યો છે, જે પછી ટ્રાફિક પોલીસ યોગ્ય રીતે હેલ્મેટ ન પહેરનારાઓ પર પણ દંડ વસૂલ કરી રહી છે. સરળ રીતે સમજો, જો તમે હેલ્મેટ પહેરી રહ્યા છો, પરંતુ તેને પહેરવાની રીત ખોટી છે, તો તમારું ચલણ કપાઈ શકે છે.
આ પણ વાંચો:
વર્ષનું બીજું સૂર્યગ્રહણ ક્યારે છે? 5 રાશિઓ પર પડશે નકારાત્મક અસર
આગામી 24 કલાક ક્યાંક હીટવેવ તો ક્યાંક ભારે વરસાદની આગાહી
WhatsApp લાવી રહ્યું છે નવું ફીચર! હવે નહી કરવુ પડે ટાઈપીંગ, આ રીતે મોકલી શકશો મેસેજ
શું તમે પણ હેલ્મેટ પહેરીને કરી રહ્યા છો આ ભૂલ?
ઘણા લોકો હેલ્મેટ પહેરે છે પરંતુ માત્ર ઔપચારિકતા માટે. એટલે કે તમે હેલ્મેટ પહેરી છે પરંતુ તે તમારા માથાના અડધા ભાગ પર લટકેલી રહે છે અથવા તેનો પટ્ટો જોડાયેલ નથી, તો આવી સ્થિતિમાં હેલ્મેટ પહેરવું નકામું છે. આનું કારણ એ છે કે અકસ્માત સમયે, તે હેલ્મેટ સરળતાથી તમારા માથા પરથી ઉતરી શકે છે, અથવા રસ્તા પર ચાલતા અન્ય વ્યક્તિને પણ ઇજા પહોંચાડી શકે છે.
1,000નો દંડ ફટકારવામાં આવશે
આવી ઘટનાઓને રોકવા માટે, માર્ગ અને પરિવહન મંત્રાલયની સૂચના પર મોટર વાહન અધિનિયમ (1988) માં નવો કાયદો ઉમેરવામાં આવ્યો છે. જે અંતર્ગત આવા ટુ-વ્હીલર ચાલકો પર 1,000નો દંડ થઈ શકે છે. બીજી તરફ, જો તમે હેલ્મેટ પહેર્યું હોય પરંતુ તે ડુપ્લિકેટ હોય અથવા ISI માર્ક વગરનું હોય, તો પકડાય તો તમને 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. તમને જણાવી દઈએ કે હેલ્મેટ ન પહેરવા પર 2000 રૂપિયાના દંડની જોગવાઈ છે.
આ રીતે હેલ્મેટ પહેરો
કોઈપણ ટુ-વ્હીલરનો ઉપયોગ કરતી વખતે હેલ્મેટ પહેરવું જરૂરી છે. જો તમારી સાથે પીલિયન રાઇડર હોય તો તેના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે. મંત્રાલયના આંકડા અનુસાર, માર્ગ અકસ્માતમાં ટુ-વ્હીલર ચાલકોનો મૃત્યુદર સૌથી વધુ છે. તમારા માથાને બંધબેસતું હેલ્મેટ પહેરો. તમારી સાઈઝ કરતા મોટી કે નાની હેલ્મેટ ન ખરીદો. હેલ્મેટ પહેર્યા પછી, તેના પટ્ટા પર આપેલા લોકને બાંધવાનું ભૂલશો નહીં. ધ્યાન રાખો કે તમારું હેલ્મેટ ક્યાંયથી તૂટેલું ન હોવું જોઈએ.
આ પણ વાંચો
બોક્સ ઓફિસ પર The Kerala Story ની જોરદાર કમાણી, 15 દિવસમાં 200 કરોડ ક્લબ નજીક પહોંચી
'રાજધાની' કરતા ડબલ સ્પીડ, સ્લીપર કોચ;Vande Bharat ની નવી સુવિધા તમારું દિલ જીતી લેશે
Water Bottle: પાણીની બોટલ પર કેમ લખવામાં આવે છે એક્સપાયરી ડેટ? જાણો તેનું કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે