LoC: ભારત-પાક વચ્ચે વધેલા તણાવ પર ચીનની નજર, શાંતિથી મતભેદ ઉકેલવા આપી સલાહ

ચીને કહ્યું કે, તે એલઓપી પર રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે. 
 

 LoC: ભારત-પાક વચ્ચે વધેલા તણાવ પર ચીનની નજર, શાંતિથી મતભેદ ઉકેલવા આપી સલાહ

પેઇચિંગઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર વધતા તણાવને જોતા પાડોસી દેશ ચીને બંન્ને દેશોનો નિયંત્રણ રાખવાની અપીલ કરી છે. ચીનનું કહેવું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સરહદ પર ઉભી થયેલી સ્થિતિથી ચિંતિત છે. મહત્વનું છે કે 2003ની સીઝફાયર સમજુતીનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સૈનિક વારંવાર ભારતીય સરહદ પર ગોળીબારી કરી રહ્યાં છે. હાલના સમયમાં તણાવની સ્થિતિ ત્યારે ઉભી થઈ જ્યારે બુધવારે પાકના ફાયરિંગમાં એક જેસીઓ શહીદ થઈ ગયા અને એક મહિલાનું મોત થયું હતું. ભારતે પાકિસ્તાનની હરકતનો વળતો જવાબ આપતા મોર્ટાર ફેંક્યા અને ગોળીબારી કરી જેથી સરહદની બીજી તરફ ભારે નુકસાન થયું છે. 

બીજી તરફ, ચીન વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું, અમને સંબંધિત રિપોર્ટ મળ્યો છે અને અમે હાલી સ્થિતિથી ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન પાડોસી હોવાને નાતે સંયમ રાખે. ચીન બંન્નેને સંયમ રાખવા અને વાતચીતના માધ્યમથી મતભેદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપીલ કરુ છું. સંયુક્ત રૂપે  પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવી રાખે. 

— ANI (@ANI) December 27, 2019

રક્ષા સૂત્રોએ જણાવ્યું કે, પાકિસ્તાન પીઓકેની અંદર ગામમાં તોપ અને મોર્ટાર તૈનાત કરી ભારતની વસ્તીને નિશાન બનાવી રહ્યું છે. પાકિસ્તાનની સેનાએ ગુરૂવારે દાવો કર્યો કે, નિયંત્રણ રેખા પર ભારતીય સૈનિકો દ્વારા ઉશકેરણી કર્યા વિના કરવામાં આવેલા ગોળીબારમાં તેના બે સૈનિકના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news