Tractor Parade: કિસાનોની ટ્રેક્ટર રેલીને પોલીસની શરતો સાથે મંજૂરી, આ રસ્તેથી દિલ્હીની અંદર પહોંચશે કિસાનો

કિસાન આંદોલન (Farmers Protest) આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે કિસાનોને અપીલ કરી છે કે તે દિલ્હીની અંદર માત્ર ટ્રેક્ટર લાવે, પોતાની ટ્રોલી લઈને ન આવે.
 

Tractor Parade: કિસાનોની ટ્રેક્ટર રેલીને પોલીસની શરતો સાથે મંજૂરી, આ રસ્તેથી દિલ્હીની અંદર પહોંચશે કિસાનો

નવી દિલ્હીઃ ઘણા દિવસ ચાલેલા ઘર્ષણ બાદ આખરે કિસાનોને દિલ્હીમાં ટ્રેક્ટર રેલી (Tractor Rally) કાઢવાની મંજૂરી મળી ગઈ છે. રવિવારે સાંજે દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ, કિસાનોની ઈચ્છાને જોતા કેટલીક શરતોની સાથે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપવામાં આવી છે. કિસાન સિંધુ, ટીકરી અને ગાઝીપુર બોર્ડરથી દિલ્હીની અંદર પહોંચશે. 

તો કિસાન આંદોલન (Farmers Protest) આંદોલન સાથે જોડાયેલા સ્વરાજ ઈન્ડિયાના નેતા યોગેન્દ્ર યાદવે કિસાનોને અપીલ કરી છે કે તે દિલ્હીની અંદર માત્ર ટ્રેક્ટર લાવે, પોતાની ટ્રોલી લઈને ન આવે.

શનિવારે દિલ્હી પોલીસે 63 કિમીનો રૂટ ઓફર કર્યો હતો
પરેડને લઈને કિસાન સંગઠનો અને દિલ્હી પોલીસ (Delhi Police) વચ્ચે શનિવારે વાતચીત થઈ હતી. તે સમયે દિલ્હી પોલીસે સિંધુ બોર્ડરથી ખરખૌદા ટોલ પ્લાઝાનો રૂટ પરેડ માટે ઓફર કર્યો હતો. આ રૂટ 63 કિલોમીટરનો હતો. 

— ANI (@ANI) January 24, 2021

દિલ્હીના ત્રણ સ્થળો પર ટ્રેક્ટર રેલીને મંજૂરી
ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે, આજે કિસાનો સાથે સારો સંવાદ રહ્યો. દિલ્હીના ત્રણ સ્થળો પર ટ્રેક્ટર રેલીને મંજૂરી છે. આ ત્રણેય બોર્ડર પર બેરિકેટ હટાવી દેવામાં આવશે. કેટલીક શરતોની સાથે મંજૂરી આપવામાં આવી છે. આ રેલીમાં ગડબડ થવાના ઇનપુટ્સ પણ મળ્યા છે. કેટલાક પાકિસ્તાનના ટ્વિટર હેન્ડલ પર અમારી નજર છે. 

308 ટ્વિટર હેન્ડલ પર નજર
દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે કહ્યુ કે, કિસાનોની સાથે તમામ પાસાઓ પર વાત થઈ છે. સંપૂર્ણ સન્માન સાથે ટ્રેક્ટર રેલી નિકળે તે અમારો પ્રયાસ છે. ટ્રેક્ટર રેલીમાં ગડબડીને લઈને પાકિસ્તાનથી ટ્વિટર હેન્ડલ ચલાવવામાં આવી રહ્યાં છે. તેવા 308 ટ્વિટર હેન્ડલની જાણકારી મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news