Video: ચપ્પલથી ધબાધબી, શ્રદ્ધા હત્યાકાંડ પર ચાલી રહી હતી પંચાયત, મહિલાએ મંચ પર ચઢીને એક પુરૂષને ફટકાર્યો
Shraddha Murder Case: શ્રદ્ધા હત્યાકાંડને લઈને હિન્દુ એકતા મંચે છતરપુરમાં બેટી બચાવો મહાપંચાયતનું આયોજન કર્યું હતું. પરંતુ આ પંચાયતમાં મંચ પર ચઢીને એક મહિલાએ ભારે બબાલ કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના છતરપુરમાં મંગળવારે શ્રદ્ધા હત્યાકાંડ પર ચાલી રહેલી મહાપંચાયતમાં મોટો ડ્રામા શરૂ થઈ ગયો, જ્યારે એક મહિલાએ મંચ પર ઉભેલા એક વ્યક્તિ પર ચપ્પલથી હુમલો કરી દીધો હતો. લોકો કંઈ સમજી શકે તે પહેલા મહિલાએ ઉપરા-ઉપરી ચપ્પલના ઘા માર્યા હતા. શરૂઆતમાં લાગ્યું કે મહિલાની લગભગ શ્રદ્ધા હત્યાકાંડને લઈને કોઈ નારાજગી છે અને તે પોતાનો ગુસ્સો કાઢી રહી છે. પરંતુ જ્યારે સત્ય સામે આવ્યું તો મામલો કંઈક અલગ હતો. હકીકતમાં આ હંગામાની પાછળનું કારણ એક પારિવારિક વિવાદ હતો.
શ્રદ્ધા હત્યાકાંડ પર હતી મહાપંચાયલ
દિલ્હીના છતરપુરમાં હિન્દુ એકતા મંચે શ્રદ્ધા હત્યાકાંડને લઈને એક મહાપંચાયત બોલાવી હતી. બપોરે એક વ્યક્તિએ એક મહિલાનો પાથ પકડીને મંચ ઉપર ચઢાવી. મહિલાએ માઇક પર એક લાઇન બોલી અને પથી તત્કાલ બીજા એક્શનમાં આવી ગઈ. શ્રદ્ધાના કાર્યક્રમમાં અચાનક બીજું પિક્ચર શરૂ થઈ ગયું. પગમાંથી ચપ્પલ કાઢીને મહિલા મંચ પર ઉભેલા એક વ્યક્તિને મારવા લાગી. મહિલા તેના પર આરોપ લગાવી રહી હતી કે તેના પુત્રએ તેની પુત્રીનું અપહરણ કરી લીધુ છે. મંચ પર હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડીને બચાવ કર્યો હતો.
#WATCH | Chattarpur, Delhi: Woman climbs up the stage of Hindu Ekta Manch's program 'Beti Bachao Mahapanchayat' to express her issues; hits a man with her slippers when he tries to push her away from the mic pic.twitter.com/dGrB5IsRHT
— ANI (@ANI) November 29, 2022
આ હંગામા બાદ મહિલાએ જે વ્યક્તિને માર માર્યો તેણે કહ્યું કે તેના પુત્ર અને મહિલાની પુત્રીએ થોડા સમય પહેલા આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. મહિલા આ વાતથી નારાજ હતી. તેને આ સંબંધ સ્વીકાર નહોતો. તેની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું નથી. તે વયસ્ક છે અને પોતાની મરજીથી તેની પુત્રી સાથે લગ્ન કર્યાં છે.
તેણે જણાવ્યું કે આ મહાપંચાયતને ખરાબ કરવાનું ષડયંત્ર છે. મહિલાએ ઈરાદાપૂર્વક આ મંચ પસંદ કર્યું. તેણે આરોપ લગાવ્યો કે તે આ સંબંધનો સ્વીકાર કરી રહી નથી. યુવક અને યુવતીની જાનને ખતરો છે. તો મહિલાનું કહેવું છે કે તેની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે. તેની ફરિયાદ પણ પોલીસમાં કરવામાં આવી છે. મહિલાએ કહ્યું કે મારી પુત્રીને પાછી લાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે