CM બન્યા બાદ શિંદે થાણે પહોંચ્યા, સ્વાગતની ખુશીમાં ખુદ પત્નીએ વગાડ્યું ઢોલ, જુઓ VIDEO

રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે 5 જુલાઈ, 2022, મંગળવારના રોજ થાણે પહોંચવાના હતા. પરંતુ બન્યું પણ એવું જ... સદભાગ્યેવશ પ્રસંગ વિશેષ અને મોટો હતો તો ઉજવણી પણ વિશેષ બની હતી. એકનાથ શિંદેના પત્નીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો.

CM બન્યા બાદ શિંદે થાણે પહોંચ્યા, સ્વાગતની ખુશીમાં ખુદ પત્નીએ વગાડ્યું ઢોલ, જુઓ VIDEO

Eknath Shinde Wife Welcome Him in Special Way: મહારાષ્ટ્રમાં લગભગ 10-12 દિવસથી ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ હવે એકનાથ શિંદેના મુખ્યમંત્રી બનતાની સાથે જ લગભગ સમાપ્ત થઈ ગઈ છે. મહારાષ્ટ્રના નવા સીએમ હવે એકનાથ શિંદે બન્યા છે. એકનાથ શિંદે માટે આ મોટી તક છે. તેઓ જે રીતે પહેલીવાર સીએમ બન્યા તેની ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે. પરંતુ હવે તેના પરિવારના સભ્યો અને સમર્થકો આ ખાસ અવસરને જોરશોરથી ઉજવી રહ્યા છે. સેલિબ્રેશનનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એકનાથ શિંદેની પત્ની તેમના સ્વાગત માટે ઢોલ વગાડતી જોવા મળે છે.

સીએમ બન્યા બાદ શિંદે પહેલીવાર થાણે પહોંચ્યા
રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે 5 જુલાઈ, 2022, મંગળવારના રોજ થાણે પહોંચવાના હતા. પરંતુ બન્યું પણ એવું જ... સદભાગ્યેવશ પ્રસંગ વિશેષ અને મોટો હતો તો ઉજવણી પણ વિશેષ બની હતી. એકનાથ શિંદેના પત્નીએ આ પ્રસંગને વધુ ખાસ બનાવ્યો. તેમના સ્વાગત માટે તેમની પત્ની લતા શિંદે તેમનું સ્વાગત કરવા માટે પોતે નીચે ઉતર્યા હતા. તેમણે અપનાવેલી પદ્ધતિની વધુ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં લલિતા એક મોટું ઢોલ વગાડીને પતિનું સ્વાગત કરતી જોવા મળી હતી. જણાવી દઈએ કે મંગળવારે રાજ્યના સીએમ બન્યા બાદ એકનાથ શિંદે પહેલીવાર પોતાના ઘરે પહોંચ્યા છે. આવી સ્થિતિમાં તેમના સમર્થકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

— Zee News (@ZeeNews) July 6, 2022

ઓટો ચાલકથી સીએમ સુધીની સફર
તમને જણાવી દઈએ કે એકનાથ શિંદેની સફળતાની કહાની પુરેપુરી ફિલ્મી લાગે છે. તેઓ ક્યારેક ઠાણેના રસ્તાઓ પર રીક્ષા ચલાવતા હતા, પરંતુ તેમાં લીડરશિપના ગુણ શરૂથી હતા. આ તેમની ખાસિયત છે. પોતાના આ જ ગુણના કારણે જ્યારે તેમણે શિવસેનામાં ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મોચો ખોલ્યો ત્યારે તેમની સાથે બાગી ધારાસભ્યોનું મોટું સમર્થન મળ્યું. જોત જોતામાં 45થી ઉપર ધારાસભ્યો તેમની સાથે ગુવાહાટી પહોંચ્યા હતા. એટલું જ નહીં, ઘણા સાંસદોનું પણ તેમને સમર્થન હોવાની વાત સામે આવી હતી. બીજી બાજુ બીજેપીએ પણ તેમણે સીએમ માન્યા અને સમર્થન આપ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news