VVPAT-EVM મતની સરખામણી શક્ય નહી: પરિણામોમાં 6-9 દિવસનો સમય લાગી શકે

અરજીમાં EVM દ્વારા યોજાનારી ચૂંટણીમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરતા 50 ટકા જેટલા VVPATની કુપનને EVM સાથે મેળવવાની માંગ થઇ હતી

VVPAT-EVM મતની સરખામણી શક્ય નહી: પરિણામોમાં 6-9 દિવસનો સમય લાગી શકે

નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) માટે 21 વિપક્ષી પાર્ટીઓની અરજી પર ચુંટણી પંચનો સુપ્રીમમાં જવાબ દાખલ કર્યો છે. ચૂંટણી પંચે 50 % VVPAT સ્લીપ અને ઇવીએમના આંકડાઓને મેળવવાની અરજીને અયોગ્ય ગણાવી છે. ચૂંટણી પંચે કહ્યું કે, દરેક વિધાનસભા સીટથી એક બુથનાં VVPAT-EVM ના આંકડાઓ મેળવવામાં આવે તેવ્યવસ્થા યોગ્ય છે અને તેમાં કોઇ જ ખામી સર્જાઇ નથી. પંચે કહ્યું કે, 50% વીવીપેટ અને ઇવીએમને મેળવવાની પ્રક્રિયા કરીને પરિણામ જાહેર કરવામાં 6-9 દિવસનો સમય લાગી શકે છે. 

ગત્ત સુનવણીમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકારને નોટિસ ઇશ્યું કરીને જવાબ માંગ્યો હતો. વિપક્ષનાં નેતા ચંદ્રબાબુ નાયડૂ, અખિલેશ યાદવ, કે.સી વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશ ચંદ્ર મિશ્ર સહિત વિપક્ષનાં 21 નેતાઓએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં EVM દ્વારા યોજાનારી ચૂંટણીમાં ગોટાળાની આશંકા વ્યક્ત કરતા 50 ટકા સુધી VVPATની કુપનને ઇવીએમના મતના આંકડા સાથે મેળવવાની વાત કરવામાં આવી હતી. 

આ અગાઉ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા કમલનાથ અને સચિન પાયલોટને તે અરજી ફગાવી દીધી હતી જેમાં બંન્નેએ કોંગ્રેસ નેતાઓએ ચૂંટણીને પારદર્શી બનાવવા માટે અરજી કરી હતી. અરજીમાં માંગ કરાઇ હતી કે મતદાતાઓની યાદીની માહિતી ચૂંટણી પંચ કોંગ્રેસને ટેક્સટ મોડમાં આપે. અરજી દસ ટકા મતોને વીવીપેટ સાથે મેચ કરવાની માંગ પણ કરાઇ હતી. ઉપરાંત મતદાતા યાદીમાં મોટા પ્રમાણમાં નકલી મતદાતાઓ હોવાની વાત પણ કરાઇ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news