બિહાર ચૂંટણીઃ પ્રથમ તબક્કામાં સાંજે છ કલાક સુધી 53.54 ટકા મતદાન
બિહાર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 71 સીટો પર મતદાન સમાપ્ત થઈ ગયું છે.
Trending Photos
પટનાઃ બિહારમાં આજે પ્રથમ તબક્કાની 71 સીટો પર મતદાન સંપન્ન થયું છે. સાંજે 6 કલાક સુધી આશરે 53.54% મતદાન થયું છે. ફાઇનલ આંકડા રાત સુધી આવશે. આ 71 સીટો પર 2015 વિધાનસભા ચૂંટણીમાં 54.94% મતદાન થયું હતું. લોકસભા ચૂંટણીમાં આ સીટો પર 53.54% ટકા મત પડ્યા હતા. 2010 વિધાનસભા ચૂંટણીમાં આ સીટો પર 50.67% ટકા મતદાન થયું હતું એટલે કે આ વખતે મતદાન 2015ના મુકાબલે આશરે 2 ટકા ઓછું અને 2010ના મુકાબલે ત્રણ ટકા વધુ છે.
મતદાન દરમિયાન ભોજપુરમાં શાહપુર વિધાનસભા ક્ષેત્રના સહજૌલી ગામમાં બૂથ કેમ્પરિંગને લઈને બે ઉમેદવારોના સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો હતો. જેમાં છ લોકોને ઈજા થઈ છે અને એકની સ્થિતિ ગંભીર છે. તો લખીસરાયના બાલગુદર અને ભોજપુરના તરારીમાં 3 હજારથી વધુ લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. અહીં મતદાતા પોતાના વિસ્તારમાં રોડ અને શાળા ન બનવાથી નારાજ હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે