Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો

કોરોના દર્દીની આ હાલત? લાકડી ડંડાથી એટલો માર માર્યો કે કોરોના દર્દી અધમૂઓ થઈ ગયો. દર્દીના પરિજનો, મહિલાઓને પણ પોલીસે ન છોડ્યા. ખુબ માર્યા. 

Viral Video: આ વીડિયો જોઈને આખો દેશ સ્તબ્ધ, કોરોના દર્દીને લાકડીથી માર મારી અધમૂઓ કરી નાખ્યો

ખંડવા: મધ્ય પ્રદેશના ખંડવામાં પોલીસનો નિર્દય ચહેરો સામે આવ્યો છે. પોલીસકર્મીઓએ કોરોના દર્દી અને તેના પરિવારની લાકડી ડંડાથી પીટાઈ કરી. આ મામલે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 

બનાવની વિગત એવી છે કે ખંડવાના છૈગાવમાખન હદ વિસ્તારના ગ્રામ બંજારીમાં પોલીસકર્મીઓએ એક કોરોનાદર્દી અને તેના પરિવારજનો સાથે મારપીટ કરી. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ લોકોમાં આક્રોશ વ્યાપી ગયો છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પોલીસ મહિલાઓને પણ લાકડીથી મારી રહી છે. 

પોલીસે જણાવ્યું કે સ્વાસ્થ્ય વિભાગની ટીમ કોરોના દર્દીને ઘરેથી લેવા માટે આવી હતી. આ દરમિયાન દર્દીના પરિજનો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ. આ દરમિયાન પોલીસકર્મીઓએ કોરોના દર્દી અને તેના પરિજનોને માર માર્યો. પોલીસનું કહેવું છે કે દર્દીને લેવા આવેલી સ્વાસ્થ્ય વિભાગની ટીમ પર દર્દી તરફથી હુમલો થયો હતો ત્યારબાદ આ ઝપાઝપી થઈ. 

જુઓ VIRAL VIDEO

એસપી વિવેક સિંહે આ મામલે કહ્યું કે મેડિકલ ટીમ ગામ ગઈ ત્યારે તેના પર હુમલો થયો અને તેમને દર્દીના પરિવાર તરફથી બંધક બનાવવામાં આવ્યા. પોલીસ તેમને છોડાવવા ગઈ આ દરમિયાન દર્દીના પરિજનોએ તેમના પર હુમલો પણ કર્યો. પોલીસની ટીમે જવાબ આપવો પડ્યો જેમાં તેમને પણ કેટલીક ઈજા થઈ. 

આ મામલે દર્દીના પરિજનો પર કેસ દાખલ થયો છે. અને વધુ તપાસ ચાલુ છે. મારપીટમાં સામેલ બે પોલીકર્મીઓને હાલ સસ્પેન્ડ કરાયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news