VIDEO : પ્રવાસીઓને પ્લેનમાંથી ઉતારવા માટે પાયલટે એટલું ફાસ્ટ કરી દીધું AC કે...
આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો ટ્વિટર પર શેયર કરવામાં આવ્યો છે
Trending Photos
નવી દિલ્હી : ભારતમાં પ્રાઇવેટ કંપનીઓની જબરદસ્ત જોહુકમી ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં ફ્લાઇટમાં ઓવર બુકિંગને કારણે પ્રવાસીને બેસવા નહોતો દેવામાં આવ્યો અને હવે પ્રાઇવેટ એરલાઇન કંપનીના પાઇલટનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો છે. હકીકતમાં 20 જૂનના દિવસે એર એશિયાની કોલકાતાથી બાગડોગરા જઈ રહેલી ફ્લાઇટમાં પાઇલરે પ્રવાસીઓને ઉતારવા માટે એસી મશીન ફાસ્ટ કરી દીધું હતું. એસી મશીન હાઇપાવર હોવાના કારણે આખા પ્લેનમાં હવા ભરાઈ ગઈ જેના કારણે પ્રવાસીઓ ગભરાઈ ગયા.
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર દીપાંકર રાય પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તેમણે સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સમગ્ર ફ્લાઇટમાં ધુમાડો ભરાઈ ગયો હતો અને પ્રવાસીઓમાં બહાર નીકળવા માટે હોડ લાગી ગઈ હતી. દીપાંકર રાયે કર્મચારીઓ નોન પ્રોફેશનલ હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના કારણે કોલકાતાથી 20 જૂને આ ફ્લાઇટ ચાર કલાક મોડી ઉડી જેના કારણે પણ પ્રવાસીઓ તેમજ ક્રુ મેમ્બર્સમાં ભારે ચર્ચા થઈ હતી.
This is the way @AirAsia choked us out for deplaning when we asked them the alternate arrangement after flight i50582 was grounded after boarding @sureshpprabhu ..
Avoid @AirAsia , they may choke you to death pic.twitter.com/siaSut0dMK
— Dipankar Ray (@dray_ioc) June 20, 2018
આ મામલામાં એર એશિયાએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે ટેકનીકલ ખામીના કારણે ફ્લાઇટમાં ચાર કલાકનો વિલંબ થયો. જોકે પાઇલટ દ્વારા એસી ફાસ્ટ કરવામાં આવ્યું હોવાના આરોપનો કંપનીએ ઇનકાર કરતા કહ્યું છે કે વધારે ભેજવાળા વાતાવરણમાં એસી ચલાવવામાં આવે તો આવી સમસ્યા ઉભી થાય જ છે. કંપનીનો દાવો છે કે પ્રવાસ દરમિયાન અને પછી પ્રવાસીઓને આરામથી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે