કળિયુગી પુત્રવધુ, સસરાને જાહેરમાં રસ્તા પર દોડાવી દોડાવીને લોખંડના સળિયાથી માર્યા!, Video વાયરલ

Sasur Bahu Fight Video: એવો કોઈ પરિવાર નહીં હોય જ્યાં સભ્યો એક બીજા સાથે ચર્ચામાં ન ઉતરતા હોય. જો કે થોડીવાર ચર્ચા થયા બાદ બધુ નોર્મલ થઈ જતું હોય છે. પરંતુ ક્યારેક કેટલાક કિસ્સાઓમાં તો વાત એવી વણસી જાય છે કે વાત ન પૂછો. જે મોટા ઝઘડામાં પણ પરિણમે છે. ઘરેલુ હિંસાના સમાચાર અવારનવાર સામે આવતા હોય છે. ક્યારેક સાસરિયાઓ દ્વારા વહુને પરેશાનીના કેસ જોવા મળતા હોય છે. પરંતુ આ એક એવો કિસ્સો છે જેમાં એક મહિલા જાહેરમાં તેના સસરા પર હુમલો કરી રહી છે. આ ઘટના કેમેરામાં કેદ  થઈ અને હાલ વીડિયો વાયરલ છે. 

જાહેરમાં રસ્તા વચ્ચે વહુએ સસરાને દોડાવી દોડાવી માર્યા
વીડિયોમાં ફ્લોરેશન પીળા રંગના સલવાર કૂર્તામાં જોવા મળી રહેલી મહિલાએ હાથમાં લોખંડનો સળિયો પકડેલો જોઈ શકાય છે. તેના હાવભાવથી એવું લાગે છે કે મહિલા એક વૃદધ પર બૂમો પાડી રહી છે. જ્યારે અન્ય એક મહિલા અને પુરુષ તેને શાંત કરવાની કોશિશ કરે છે. થોડીવાર બાદ નારાજ મહિલા આગળ વધે છે જ્યારે બીજી મહિલા વૃદ્ધને બચાવવાની કોશિશ કરે છે. આ બધા વચ્ચે ગુસ્સે ભરાયેલી મહિલા વૃદ્ધ વ્યક્તિને પાઈપથી મારવાની કોશિશ કરે છે. પરંતુ બીજી મહિલા વચ્ચે પડીને હુમલાને રોકે છે. અચાનક વૃદ્ધ ત્યાંથી ભાગવા લાગે છે અને મહિલા રસ્તા પર તેનો પીછો કરે છે. 

The woman also beat up the maid who came to save the old man and her daughter, it is alleged that the woman took out 40 thousand rupees from the old man's pocket.

— ShoneeKapoor (@ShoneeKapoor) July 4, 2023

વીડિયો થઈ રહ્યો છે વાયરલ
વીડિયોમાં ઘટનાનો બીજો એંગલ પણ દેખાડવામાં આવ્યો છે. વીડિયોમાં અંતમાં ઘાયલ વ્યક્તિને ખુરશી પર બેસેલો દેખાડવામાં આવ્યો છે. વીડિયો ટ્વીટર પર ShoneeKapoor દ્વારા શેર કરાયો છે અને જેમ કે યૂઝરે દાવો કર્યો છે કે આ ઘટના હરિયાણામાં ઘટી હતી. એવો પણ દાવો કરાયો છે કે મહિલાએ તેના સસરાનો પીછો કર્યો અને તેમને લોઢાના પાઈપથી માર્યા અને હુમલામાં તેઓ ઘાયલ થયા. એવું પણ કહેવાઈ રહ્યું છે કે મહિલાએ વૃદ્ધને બચાવવા માટે આવેલી નોકરાણી (બીજી મહિલા)ની પણ પીટાઈ કરી નાખી. કથિત રીતે મહિલાએ વૃદ્ધ વ્યક્તિના ખીસ્સામાંથી 40,000 રૂપિયા કાઢી લીધા અને જ્યારે તેને પૂછવામાં આવ્યું તો તેણે તેના પર હુમલો કર્યો. જો કે આ ખબરની પુષ્ટિ ZEE24Kalak કરતું નથી. આ એક વાયરલ વીડિયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news