11 વર્ષના બાળકે માતા પિતાના પાડ્યા અશ્લીલ ફોટા, YouTube પરથી શીખ્યો Hacking અને પછી...

બદલાતા યુગમાં ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે ઘણી વસ્તુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. કેટલીક વસ્તુઓ જીવનને ખુબ જ સરળ બનાવે છે તો કેટલીક ભયાનક રિઝલ્ટ આપે છે. પહેલા લોકોને ટેકનોલોજીનું વધારે જ્ઞાન ન હતું પરંતુ હવે નાના બાળકો પણ સરળતાથી સ્માર્ટફોન (Smartphone) શીખી રહ્યા છે

11 વર્ષના બાળકે માતા પિતાના પાડ્યા અશ્લીલ ફોટા, YouTube પરથી શીખ્યો Hacking અને પછી...

નવી દિલ્હી: બદલાતા યુગમાં ટેકનોલોજીના એડવાન્સમેન્ટ સાથે ઘણી વસ્તુઓમાં ફેરફાર થઈ રહ્યા છે. કેટલીક વસ્તુઓ જીવનને ખુબ જ સરળ બનાવે છે તો કેટલીક ભયાનક રિઝલ્ટ આપે છે. પહેલા લોકોને ટેકનોલોજીનું વધારે જ્ઞાન ન હતું પરંતુ હવે નાના બાળકો પણ સરળતાથી સ્માર્ટફોન (Smartphone) શીખી રહ્યા છે. જ્યારથી કોરોના કાળ (Coronavirus) શરૂ થયો છે, ત્યારથી ઓનલાઇન એજ્યુકેશનના (Online Education) કારણે દરેક બાળકના હાથમાં મોબાઈલ ફોન આવી ગયો છે.

દરેક વસ્તુનો પોઝિટિવ અને નેગેટિવ બંને તરફ ઇમ્પેક્ટ પડે છે. બાળકોના હાથમાં મોબાઈલ ફોન હોવા કેટલો ઘાતક (Juvenile Crime) છે, તેના ઘણા ઉદાહરણો આપણી સામે આવ્યા છે. ત્યારે હાલમાં જ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદની એક આવી જ ખતરનાક ઘટના સામે આવી છે.

મોબાઇલ ફોને બાળકને બનાવ્યો અપરાધી
કોરોના સંક્રમણના (Coronavirus) કારણે દુનિયાભરની મોટાભાગની સ્કૂલો બંધ છે. એવામાં અભ્યાસ માટે બાળકો ઓનલાઇન એજ્યુકેશન (Online Education) પર નિર્ભર છે. માતા પિતા બાળકોને ઓનલાઇન એજ્યુકેશન માટે સ્માર્ટફોન ખરીદીને આપી રહ્યા છે. પરંતુ કેટલાક બાળકો તેનો દૂર ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે.

ગાઝિયાબાદમાં (Ghaziabad) રહેતા એક પરિવારે ઓનલાઇન ક્લાસ માટે 11 વર્ષના બાળકના હાથમાં મોબાઇલ ફોન આપ્યો હતો. જેને બાળકને અપરાધી બનાવી દીધો. આ નાના બાળકે યુટ્યૂબ (YouTube) પરથી હેકિંગ (Hacking) શીખી પોતાના જ માતા પિતા માટે કાવતરૂ ઘડ્યું હતું.

માતા પિતાને કર્યો ધમકી ભર્યો E-Mail
ગાઝિયાબાદમાં રહેતા એક પરિવારે ગત અઠવાડિયે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને ધમકી ભર્યો એક E-Mail આવ્યો છે. તેમાં અપરાધીએ 10 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. આ E-Mail માં લખ્યું હતું કે, અપરાધી પાસે તેમના પ્રાઈવેટ ફોટા અને અન્ય માહિતી છે. જો તેમણે 10 કરોડ રૂપિયા ન આપ્યા તો તે આ ફોટા ઇન્ટરનેટ પર અપલોડ કરી દેશે. E-Mail માં અપરાધીએ લખ્યું હતું કે, તેની પાસે ઘરના મોભીની કેટલીક અશ્લીલ તસવીરો (Vulgar Photos) પણ છે.

ખુબ જ શોકિંગ હતું તપાસનું રિઝલ્ટ
Mail મળ્યા બાદ ગભરાયેલા પરિવારના મોભીએ તેની ફરિયાદ પોલીસમાં કરી હતી. પરંતુ આ અગાઉ તેઓ ઘણા ગભરાયેલા હતા કે, જો અપરાધીએ તેમના ફોટા વાયરલ કર્યા તો શું થશ? પરંતુ બાદમાં હિંમત કરીને તેમણે પોલીસને જાણ કરી હતી. જો કે, પોલીસ તપાસમાં જે સામે આવ્યું તે ખુબ જ શોકિંગ હતું. સાયબર સેલ (Cyber Cell) આ અંગે તપાસ કરી રહી હતી. ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે, જે Mail મોકલવામાં આવ્યો હતો તે તેમના ઘરના આઇપી એડ્રેસ (IP Address) પરથી જ મોકલવામાં આવ્યો હતો. આ જોઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ ગઈ હતી.

11 વર્ષના બાળકે હેક કર્યું ID
તપાસ ટીમ ફરિયાદ કર્તાના ઘરે પહોંચી તો તેમની નજર તે વ્યક્તિના 11 વર્ષના બાળક પર પડી હતી. સખત પૂછપરછ કરતા બાળકે સ્વીકાર્યું કે, E-Mail તેણે કર્યો હતો. Mail મોકલતા પહેલા તેણે યુટ્યૂબ (YouTube) પરથી હેકિંગ (Hacking) શીખી તેની મદદથી તેણે તેના પિતાના Mail આઇડીને હેક કર્યું અને પાસવર્ડ બદલ્યો હતો.

તપાસ કરી રહી છે પોલીસ
આ બાળકે તેના પિતાને ઘણા Mail આઇડી પરથી ધમકી ભર્યા મેસેજ મોકલ્યા હતા. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, આખરે બાળકે આ શું કામ કર્યું? જણાવવામાં આવી રહ્યું છે કે, થોડા સમય પહેલા બાળક ઓનલાઇન ક્લાસમાં હેકિંગનો ટોપિક શીખ્યો હતો. જો કે, તેની પાસે ખરેખર તેના માતા પિતાના અશ્લીલ ફોટા (Vulgar Photo) છે કે નહીં, તેની તપાસ પોલીસ કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news