બૃજભૂષણ સિંહના વિરોધમાં વિનેશ ફોગાટ પરત કરશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ, પીએમ મોદીને લખ્યો પત્ર

પીએમ મોદીને લખેલા પત્રમાં વિનેશ ફોગાટે કહ્યું કે સાક્ષી મલિકે કુશ્તી છોડી દીધી અને બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો છે. હું પણ મારા એવોર્ડ પરત કરી રહી છું. 
 

બૃજભૂષણ સિંહના વિરોધમાં વિનેશ ફોગાટ પરત કરશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ, પીએમ મોદીને લખ્યો પત્ર

નવી દિલ્હીઃ Vinesh Phogat Major Dhyan Chand Award: દિગ્ગજ રેસલરોનો ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ યથાવત છે. આ વચ્ચે વિનેશ ફોગાટે પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે. 

ભારતીય રેસલર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યું કે હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. આ સ્થિતિમાં પહોંચાડવા માટે શક્તિશાળીનો ખુબ ખુબ આભાર. તેણે આ લેટર પોતાના એક્સ પર શેર કર્યો છે.

હકીકતમાં તાજેતરમાં રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત હાસિલ કરી હતી. ત્યારબાદ તેના વિરોધમાં રેસલર બજરંગ પુનિયાએ પીએમ મોદીને પત્ર લખી પદ્મ શ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. પુનિયાને પોલીસે રોક્યો તો તેણે રસ્તા પર પોતાનું પદ્મશ્રી સન્માન છોડી દીધુ હતું. રેસલરોના વિરોધ બાદ ખેલ મંત્રાલયે રેસલિંગ ફેડરેશનની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી હતી. 

इस हालत में पहुँचाने के लिए ताकतवर का बहुत बहुत धन्यवाद 🙏 pic.twitter.com/KlhJzDPu9D

— Vinesh Phogat (@Phogat_Vinesh) December 26, 2023

વિનેશ ફોગાટે શું લખ્યું?
વિનેશ ફોગાટે લખ્યું, “માનનીય વડાપ્રધાન, સાક્ષી મલિકે કુશ્તી છોડી દીધી છે અને બજરંગ પુનિયાએ તેનો પદ્મશ્રી પરત કર્યું છે. તમે દેશના વડા છો એટલે તમારા સુધી પણ આ વાત પહોંચી હશે. હું તમારા ઘરની દીકરી વિનેશ ફોગાટ છું અને છેલ્લા એક વર્ષથી હું જે હાલતમાં છું તે જણાવવા માટે હું તમને આ પત્ર લખી રહી છું.

ફોગાટે આગળ લખ્યું કે મને યાદ છે કે 2016માં જ્યારે સાક્ષી મલિકે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો ત્યારે તમારી સરકારે તેને બેટી બચાવો બેટી પઢાવોની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. જ્યારે આ જાહેરાત કરવામાં આવી ત્યારે દેશની તમામ મહિલા ખેલાડીઓ ખુશ હતી અને એકબીજાને અભિનંદન સંદેશ મોકલી રહી હતી. આજે જ્યારે સાક્ષીએ કુશ્તી છોડવી પડી ત્યારે મને 2016 વારંવાર યાદ આવે છે.

વિનેશ ફોગાટની સિદ્ધિ
29 વર્ષની વિનેસ પાસે કોઈ ઓલિમ્પિક મેડલ નથી. પરંતુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તે બે બ્રોન્ઝ જીતી ચુકી છે. એશિયન ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ છે. આ સિવાય કોમનવેલ્થ ગેમ્સમાં પણ ત્રણ ગોલ્ડ મેડલ છે. વિનેશ ગીતા અને બબીતા ફોગાટની પિતરાઈ બહેન છે. રિયો ઓલિમ્પિકમાં વિનેશને મેડલની દાવેદાર માનવામાં આવી રહી હતી, પરંતુ તે ઈજાને કારણે બહાર થઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news