ચંદ્રયાન-2 મિશન: આજે ઓર્બિટરથી અલગ થશે 'વિક્રમ', જાણો સૌથી મહત્વની કડી વિશે સંપૂર્ણ માહિતી

અંતરિક્ષમાં ભારત આજે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ લોન્ચ થયેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની કક્ષામાં ચક્કર કાપી રહેલા ઓર્બિટરથી આજે બપોરે વિક્રમ લેન્ડર અલગ પડશે. તે ચંદ્રની કક્ષામાં બે ચક્કર  કાપશે. આ દરમિયાન તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માટે તૈયાર કરાશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરીને તે ઈતિહાસ રચશે. વિક્રમ લેન્ડરમાં અત્યાધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે. જે ચંદ્ર પર અનેક સંશોધન કરશે. વિક્રમ લેન્ડરની સાથે જ ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોબોટિક યાન પણ ઉતરણ કરશે. 

ચંદ્રયાન-2 મિશન: આજે ઓર્બિટરથી અલગ થશે 'વિક્રમ', જાણો સૌથી મહત્વની કડી વિશે સંપૂર્ણ માહિતી

નવી દિલ્હી: અંતરિક્ષમાં ભારત આજે એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ એક મોટી છલાંગ લગાવવા જઈ રહ્યું છે. 22 જુલાઈના રોજ લોન્ચ થયેલા ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની કક્ષામાં ચક્કર કાપી રહેલા ઓર્બિટરથી આજે બપોરે વિક્રમ લેન્ડર અલગ પડશે. તે ચંદ્રની કક્ષામાં બે ચક્કર  કાપશે. આ દરમિયાન તેને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારવા માટે તૈયાર કરાશે. 7 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર ઉતરીને તે ઈતિહાસ રચશે. વિક્રમ લેન્ડરમાં અત્યાધુનિક ઉપકરણ લગાવવામાં આવ્યાં છે. જે ચંદ્ર પર અનેક સંશોધન કરશે. વિક્રમ લેન્ડરની સાથે જ ચંદ્રની સપાટી પર પ્રજ્ઞાન નામનું રોબોટિક યાન પણ ઉતરણ કરશે. 

3.8 ટન વજન છે ચંદ્રયાનનું
ભારત તરફથી ચંદ્ર તરફ પ્રયાણ કરનારા ચંદ્રયાન-2નું વજન 3.8 ટન (3850 કિગ્રા) છે. આ ચંદ્રયાન-2 હેઠળ એક ઓર્બિટર, એક લેન્ડર અને એક રોવર પણ ચંદ્ર પર જશે. જેમના નામ ચંદ્રયાન-2 ઓર્બિટર, વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર છે. ચંદ્રયા-2ને ઈસરો આજે લોન્ચ કરી રહ્યું છે. પરંતુ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ 7 સપ્ટેમ્બર 2019ના રોજ લેન્ડ કરશે. 

ચંદ્ર પર 2 મોટા ખાડા વચ્ચે ઉતરશે વિક્રમ
ચંદ્રયાન 2 મિશન હેઠળ ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ઉતરણ કરશે. લેન્ડર વિક્રમનું વજન 1,471 કિગ્રા છે. તેનું નામકરણ ભારતીય અંતરિક્ષ કાર્યક્રમના જનક વૈજ્ઞાનિક ડો.વિક્રમ સારાભાઈના નામ પર થયું છે. તેને 650 વોટની ઉર્જાથી તાકાત મળશે. તે 2.54*2*1.2 મીટર લાંબુ છે. ચંદ્ર પર ઉતરણ કર્યા બદા તે ચંદ્રના એક દિવસ સુધી સતત કામ કરશે. ચંદ્રનો એક દિવસ એ પૃથ્વીના 14 દિવસ બરાબર હોય છે. તે ચંદ્રના બે મોટા ખાડા મેજિનસ સી અને સિમ્પેલિયસ એન વચ્ચે ઉતરણ કરશે. 

વિક્રમ પાસે હશે 4 ઈન્સ્ટ્રુમેન્ટ
લેન્ડર વિક્રમ સાથે 3 મહત્વના ઈન્સ્ટ્રુમેન્ટ ચંદ્ર પર શોધ માટે મોકલવામાં આવશે. ચંદ્ર પર થનારી ભૂકંપીય ગતિવિધિઓને માપવા અને તેના પર સંશોધન કરવા માટે એક ખાસ ઈન્સ્ટ્રુમેન્ટ લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં ચંદ્ર પર ફેરફાર થતા તાપમાનની બારીકાઈથી તપાસ કરવા માટે પણ ખાસ ઉપકરણ છે. તેમાં ત્રીજુ ઉપકરણ લેંગમૂર પ્રોબ છે. તે ચંદ્રના વાતાવરણની ઉપરના પડ અને ચંદ્રની સપાટી પર સંશોધન કરશે. વિક્રમ પોતાના ચોથા ઉપકરણ લેઝર રેટ્રોરિફ્લેક્ટર દ્વારા ત્યાં મેપિંગ અને અન્ય સંબંધિત શોધ કરશે.

6 ટાયરવાળુ પ્રજ્ઞાન રોવર પણ છે ખાસ
ચંદ્રયાન-2 હેઠળ ચંદ્ર પર ઉતરનારા લેન્ડર વિક્રમ સાથે જ ત્યાં પ્રજ્ઞાન રોવર પણ ઉતરણ કરશે. પ્રજ્ઞાન રોવર એક પ્રકારનું રોબોટિક યાન છે. જે ચંદ્રની સપાટી પર ચાલીને ત્યાં શોધ કરશે. તેનું વજન 27 કિગ્રા છે. તે 0.9*0.75*0.85 મીટર મોટું છે. તેમાં છ ટાયર લાગેલા છે. જે ચંદ્રની ખરબચડી સપાટી પર આરામથી ચાલીને ત્યાં વિભિન્ન અભ્યાસ કરી શકશે. તે ચંદ્રની સપાટી પર 500 મીટર સુધી એક સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સફર કરી શકે છે. તે પોતાની ઉર્જા સૂર્યથી મેળવશે. આ સાથે જ તે લેન્ડર વિક્રમ સાથે સંપર્કમાં રહેશે. 

2 ખાસ ઉપકરણ છે પ્રજ્ઞાન પાસે
રોબોટિક શોધ યાન (રોવર) પ્રજ્ઞાન પાસે બે ખાસ ઉપકરણ હશે. રોવર પ્રજ્ઞાન અલ્ફા પાર્ટિકલ એક્સ રે સ્પેક્ટ્રોમીટર દ્વારા લેન્ડિંગ સાઈટની પાસે ચંદ્રની સપાટી ઉપર હાજર વાતાવરણીય તત્વોના નિર્માણ સંબંધી જાણકારી મેળવવા માટે શોધ કરશે. આ ઉપરાંત લેઝર ઈન્ડયૂસ્ડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ દ્વારા પણ પ્રજ્ઞાન સપાટી પર હાજર તત્વોનો અભ્યાસ કરશે.

જુઓ LIVE TV

આવું છે કઈંક ચંદ્રયાન-2 ઓર્બિટર
ચંદ્રયાન 2 ઓર્બિટરનું વજન 2379 કિગ્રા છે. તે 3.2*5.8*2.1 મીટર મોટો છે. તેના મિશનની લાઈફ એક વર્ષ છે. સમગ્ર ચંદ્રયાન-2 મિશનમાં આ ઓર્બિટર મહત્વની ભૂમિકા ભજવશે. તેના દ્વારા ચંદ્રની સપાટી પર ઉતરનારા વિક્રમ લેન્ડર અને ધરતી પર હાજર ઈસરોના વૈજ્ઞાનિકો વચ્ચે સંપર્ક થઈ શકશે. તે ચંદ્રની કક્ષા પર હાજર રહેશે. તે ચંદ્રની સપાટી પર હાજર લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન પાસેથી મળેલી જાણકારીઓને ધરતી પર વૈજ્ઞાનિકો પાસે મોકલશે. 

8 ઉપકરણોથી શોધ કરશે ઓર્બિટર

1. ચંદ્રયાન-2 ઓર્બિટર પાસે ચંદ્રની કક્ષાથી ચંદ્ર પર શોધ  કરવા માટે 8 ઉપકરણ રહેશે. તેમાં ચંદ્રનું ડિજિટલ મોડલ તૈયાર કરવા માટે ટેરેન મેપિંગ કેમેરા-2 છે. 

2. ચંદ્રની સપાટી પર રહેલા તત્વોની તપાસ માટે તેમાં ચંદ્રયાન-2 લાર્જ એરિયા સોફ્ટ એક્સ રે સ્પેક્ટ્રોમીટર (ક્લાસ) છે. 

3. ક્લાસને સોલર એક્સ રે સ્પેક્ટ્રમ ઈનપુટ ઉપલબ્ધ કરાવવા માટે સોલર એક્સ રે મોનીટર છે. 

4. ચંદ્ર પર પાણીની હાજરીની તપાસ કરવા માટે ત્યાં હાજર મિનરલ્સ પર શોધ માટે તેમાં ઈમેજિંગ આઈઆર સ્પેક્ટ્રોમીટર છે. 

5. ચંદ્રના ધ્રુવોનું મેપિંગ કરવા અને સપાટી તથા સપાટીની નીચે જામેલા બરફની જાણકારી મેળવવા માટે તેમા જુઅલ  ફ્રીક્વન્સી સિન્થેટિક અપર્ચર રડાર છે. 

(લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો ફાઈલ ફોટો)

6. ચંદ્રની સપાટી ઉપર સંશોધન માટે તેમાં ચંદ્ર એટમોસફેયરિક કંપોઝિશન એક્સપ્લોરર-2 છે. 

7. ઓર્બિટર હાઈ રેઝોલ્યુશન કેમેરા દ્વારા આ હાઈ રેસ્ટોપોગ્રાફી મેપિંગ કરાશે. 

8. ચંદ્રના વાતાવરણના નીચલા સ્તરની તપાસ કરવા માટે ડુઅલ ફ્રીક્વન્સી રેડિયો ઉપકરણ છે. 

ખુબ ખાસ છે મિશન ચંદ્રયાન-2

1. પહેલું અંતરિક્ષ મિશન છે જે ચંદ્રમાની દક્ષિણ ધ્રુવની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરશે. 

2. પહેલું ભારતીય અભિયાન જે સ્વદેશી ટેક્નોલોજીથી ચંદ્રમાની સપાટી પર ઉતારણ  કરશે. 

3. પહેલું ભારતીય અભિયાન જે દેશમાં વિક્સિત ટેક્નોલોજીની સાથે ચંદ્રની સપાટી અંગે પણ જાણકારી મેળવશે. 

4. ચંદ્રની સપાટી પર રોકેટ ઉતારનાર ચોથો દેશ બનશે ભારત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news