5 સળગતા સવાલ: આખરે વિકાસ દુબેની ધરપકડ થઈ કે પછી તેણે 'પ્રાયોજિત સરન્ડર' કર્યું?
કહેવાય છે ને કે અપરાધ તો ભગવાન પણ માફ નથી કરતા, ઉજ્જૈનના મહાકાલ મંદિરથી વિકાસ દુબેની ધરપકડ થવી એ આ વાતનો પાક્કો પુરાવો જણાય છે. યુપીનો સૌથી મોટો ગેંગસ્ટર અને 8 પોલીસકર્મીઓનો હત્યારો વિકાસ દુબે કે જેને યુપીથી લઈને દિલ્હી સુધી પોલીસ શોધતી હતી. જે પહેલા દિલ્હીમાં અને ત્યારબાદ નોઈડામાં હોવાનો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો હતો. તે અચાનક મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી મળી આવ્યો. પરિસ્થિતિમાં અનેક સવાલો ઊભા થાય તે તો ચોક્ક્સ છે.
Trending Photos
નવી દિલ્હી: કહેવાય છે ને કે અપરાધ તો ભગવાન પણ માફ નથી કરતા, ઉજ્જૈનના મહાકાલ મંદિરથી વિકાસ દુબેની ધરપકડ થવી એ આ વાતનો પાક્કો પુરાવો જણાય છે. યુપીનો સૌથી મોટો ગેંગસ્ટર અને 8 પોલીસકર્મીઓનો હત્યારો વિકાસ દુબે કે જેને યુપીથી લઈને દિલ્હી સુધી પોલીસ શોધતી હતી. જે પહેલા દિલ્હીમાં અને ત્યારબાદ નોઈડામાં હોવાનો અંદેશો વ્યક્ત કરાઈ રહ્યો હતો. તે અચાનક મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી મળી આવ્યો. પરિસ્થિતિમાં અનેક સવાલો ઊભા થાય તે તો ચોક્ક્સ છે.
#WATCH Madhya Pradesh: Vikas Dubey, the main accused in #KanpurEncounter case, has been arrested in Ujjain pic.twitter.com/pmh5rwl3Z4
— ANI (@ANI) July 9, 2020
અજબ ધરપકડની ગજબ કહાની!
જે વિકાસ દુબે માટે દરેક બોર્ડર પર નિગરાણી રાખવામાં આવી રહી હતી. દરેક ચહેરા પરથી માસ્ક હટાવીને જોવાતા હતાં. તે આખરે ઉજ્જૈનના મહાકાલ મંદિર સુધી પહોંચ્યો કેવી રીતે? શું વિકાસ દુબેએ ફરીથી એકવાર યુપી પોલીસને ચકમો આપવામાં સફળતા મેળવી? કે પછી તેના કનેક્શન ફરી એકવાર યુપી પોલીસ પર ભારે પડી ગયાં. મહાકાલના દરબારમાં વિકાસ દુબેની ધરપકડનું આખરે સત્ય શું છે?
ફરીદાબાદથી ભાગેલો વિકાસ દિલ્હીમાં હોઈ શકે છે તે વાતની જાણકારી હતી. પરંતુ તે મધ્ય પ્રદેશમાં દબોચાયો કે પછી કહો કે તેણે એક ચોક્કસ પ્લાનિંગ હેઠળ સરન્ડર કર્યું. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે પણ ટ્વિટ કરીને તેને પ્રાયોજિત સરન્ડર હોવાની આશંકા વ્યક્ત કરી છે.
તસવીરોમાં જોવા મળ્યું છે કે વિકાસ દુબે ખુલ્લા પગે મહાકાલના મંદિરમાં ચાલી રહ્યો છે અને તેની સાથે સિક્યુરિટી ગાર્ડ છે. પ્રાથમિક મા્હિતી મુજબ ગાર્ડે જ મંદિરમાં વિકાસ દુબેને ઓળખ્યો અને પોલીસને તેની જાણકારી આપી. ત્યારબાદ વિકાસની ધરપકડ થઈ.
કયા VVIPની મદદથી મંદિર પહોંચ્યો વિકાસ?
મંદિરમાં હાજર પૂજારીના જણાવ્યાં મુજબ વિકાસ દુબે પાસે દર્શન માટે વીવીઆઈપી સ્લિપ પણ હતી. તેનો અર્થ એ થયો કે કોઈ વીઆઈપીની મદદથી તેણે તે સ્લિપ મેળવી હતી. જેથી કરીને જરાય ભીડભાડ વગર દર્શન થઈ શકે.
#WATCH Madhya Pradesh: After arrest in Ujjain, Vikas Dubey confesses, "Main Vikas Dubey hoon, Kanpur wala." #KanpurEncounter pic.twitter.com/bIPaqy2r9d
— ANI (@ANI) July 9, 2020
વિકાસે મંદિરમાં પોતાની ઓળખ છૂપાવવા માટે ચશ્મા પણ લગાવ્યાં હતાં. વિકાસ યુપીના 8 પોલીસકર્મીઓની શહાદત માટે જવાબદાર હતો. તેની શોધ યુપી પોલીસની 100થી વધુ ટીમો કરી રહી હતી. પરંતુ તે એમપીમાંથી મળી આવ્યો અને એમપી પોલીસ પોતાની પીઠ થપથપાવી રહી છે.
આખરે વિકાસ દુબે ધરપકડ કરાયો કે પછી તેણે સરન્ડર કરીને પોતાને બચાવવા માટે આ ષડયંત્ર રચ્યું તે મોટો સવાલ છે. આવા જ પાંચ સળગતા સવાલ ખાસ જાણો....
ખૂની વિકાસના 'સરન્ડર' પર પાંચ મોટા સવાલ
સવાલ 1 : શું પોતાને બચાવવા માટે વિકાસ દુબેએ રચ્યું ષડયંત્ર?
સવાલ 2 : વિકાસ દુબેની ધરપકડ સુનિયોજિત રીતે કરવામાં આવી?
સવાલ 3 : હરિયાણાના ફરિદાબાદથી મધ્ય પ્રદેશના ઉજ્જૈન સુધી કેવી રીતે પહોંચ્યો વિકાસ?
સવાલ 4 : અપરાધી વિકાસ દુબેને જાણી જોઈને ધરપકડ કરાવવામાં આવ્યો?
સવાલ 5 : આખરે પડદા પાછળ છે કોણ? ખૂંખાર અપરાધી વિકાસ દુબેનો 'રખેવાળ' કોણ?
પોલીસની પકડમાં આવ્યા પહેલા વિકાસ દુબે છેલ્લે ફરીદાબાદમાં જોવા મળ્યો હતો અને તેની ધરપકડ ઉજ્જૈનથી થઈ હતી. અત્રે જણાવવાનું કે ફરીદાબાદથી ઉજ્જૈનનું અંતર 770 કિમી છે અને આ રસ્તો રાજસ્થાનથી પસાર થાય છે. સવાલ એ છે કે આટલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હતો અને જ્યારે આટલી ટીમો વિકાસને શોધવામાં લાગી હતી તો વિકાસ દુબે ઉજ્જૈન પહોંચવામાં કેવી રીતે સફળ થયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે