Vijaya Ekadashi 2023: મેષ સહિત આ 5 રાશિના જાતકો માટે ખુબ જ શુભ દિવસ, મળશે મોટી સફળતા

Vijaya Ekadashi 2023 rashifal: હિન્દુ ધર્મમાં વિજયા એકાદશીને ખુબ જ મહત્વની ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામે પણ લંકા પર ચડાઈ કરતા પહેલા વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. આજે 16 ફેબ્રુઆરી 2023ના રોજ વિજયા એકાદશીનું વ્રત કરવાથી શત્રુઓ પર વિજય મળશે અને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે. 

Vijaya Ekadashi 2023: મેષ સહિત આ 5 રાશિના જાતકો માટે ખુબ જ શુભ દિવસ, મળશે મોટી સફળતા

Vijaya Ekadashi 2023 rashifal: હિન્દુ ધર્મમાં વિજયા એકાદશીને ખુબ જ મહત્વની ગણવામાં આવે છે. ભગવાન શ્રીરામે પણ લંકા પર ચડાઈ કરતા પહેલા વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. આજે 16 ફેબ્રુઆરી 2023ના રોજ વિજયા એકાદશીનું વ્રત કરવાથી શત્રુઓ પર વિજય મળશે અને જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે. આજનો દિવસ કેટલીક રાશિના જાતકો માટે ખુબ જ શુભ છે. આ જાતકો પર ભગવાન વિષ્ણુની અપાર કૃપાથી દરેક કામમાં સફળતા મળશે. 

આજની લકી રાશિઓ

મેષ રાશિ- તમારા સપના પૂરા થવાનો સમય આવી ગયો છે. આજે કોઈ એવા સમાચાર મળશે જે તમારું મન ખુશ કરી નાખશે. પરંતુ વધુ  ઉત્સાહમાં ચીજોને બગાડવાથી બચો. પરિવાર માટે સમય કાઢો. દિવસ સારો વિતશે. 

વૃષભ રાશિ- જોખમભર્યા રોકાણ જેમ કે સટ્ટાબાજી અને શેર બજારથી સારી કમાણી થઈ શકે છે. જીવનસાથીનો સપોર્ટ મળશે. લોકો તમારા પ્રયત્નોના વખાણ કરશે. કરિયર માટે સારો દિવસ છે. નવી ડીલ થઈ શકે છે. 

કર્ક રાશિ- આજનો દિવસ બહાર ફરવા માટે જીવનને એક્સપ્લોર કરવાનો દિવસ છે. ઘર ઓફિસથી બહારની દુનિયા પણ જુઓ અને તેનાથી શીખો. લગ્નજીવનથી સુખ મળશે. કામ માટે સારો સમય છે. 

તુલા રાશિ- આજે અમારું માન-સન્માન વધશે. રાજકીય કાર્યોમાં સફળત મળી શકે છે. સુખદ યાત્રાના યોગ બની રહ્યા છે. કરિયર માટે આજનો દિવસ અનુકૂળ હોઈ શકે છે. આજે મહેનત વધુ પડી શકે છે પરંતુ સફળતા મળશે. 

મકર રાશિ- આજનો દિવસ તમારા માટે ખુશીઓ ભર્યો રહેશે. તમારો કારોબાર  વધશે અને ફાયદો થઈ શકે છે. નોકરીયાતોને પણ લાભ થશે. જો કે સ્વાસ્થ્ય પ્રત્યે તમારે સાવધાન રહેવું પડશે. મલ્ટીનેશનલ કંપનીથી ઓફર મળશે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news