આજનો દિવસ છે ખુબ જ ખાસ, આ ભૂલો કરવાથી થઈ શકે છે તમારા વંશનો નાશ, જાણો શું છે કારણ?

વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક કામમાં ધારી સફળતા મળે છે. સાથે જ શત્રુઓ પર વિજય પણ મળે છે. આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે.

 આજનો દિવસ છે ખુબ જ ખાસ, આ ભૂલો કરવાથી થઈ શકે છે તમારા વંશનો નાશ, જાણો શું છે કારણ?

નવી દિલ્હી: દર મહિને 2 એકાદશી આવે છે અને તે તમામ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આમાંની કેટલીક એકાદશીઓનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે. આમાંની એક ફાલ્ગુન માસની કૃષ્ણ પક્ષની એકાદશી છે. આ વર્ષે આજે એટલે કે 27 ફેબ્રુઆરીએ વિજયા એકાદશી છે. એવું માનવામાં આવે છે કે વિજયા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક કામમાં ધારી સફળતા મળે છે. સાથે જ શત્રુઓ પર વિજય પણ મળે છે. આ દિવસના મહત્વને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. તેમનું અનુસરણ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા તમારા પર વરસે છે.

આ નિયમોનું પાલન કરો
- એકાદશીને ખૂબ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે, આ દિવસે ભૂલથી પણ નોન-વેજ કે આલ્કોહોલનું સેવન ન કરો.
- વિજયા એકાદશી પર ચોખાનું સેવન પણ ન કરવું. કોઈપણ એકાદશી પર ચોખા ખાવાની મનાઈ છે.
- એકાદશી વ્રતના દિવસે જુગાર ન રમવો. આમ કરવાથી વ્યક્તિના વંશનો નાશ થાય છે.
- જે લોકો એકાદશીનું વ્રત રાખે છે તેમણે રાત્રે સૂવું નહીં, પરંતુ આખી રાત જાગવું જોઈએ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ.
- એકાદશી પર ખોટું બોલવું કે ચોરી કરવાથી 7 પેઢીઓનું પાપ થાય છે. આને ટાળો.

આ કામ કરવાથી તમારી બધી મનોકામનાઓ થશે પૂર્ણ 
- આ દિવસે ગંગામાં સ્નાન કરો અથવા ગંગાજળ મિશ્રિત પાણીથી સ્નાન કરો. તેનાથી ઘણું જ પુષ્ય મળે છે.
- શક્ય હોય તો એકાદશીનું વ્રત કરો. આમ કરવાથી ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે અને જીવન સુખ-સમૃદ્ધિથી ભરેલું રહે છે. આ વ્રત દરેક મનોકામના પૂર્ણ કરે છે.
- જો તમે જલ્દી લગ્ન કરવા ઈચ્છો છો તો એકાદશીના દિવસે કેસર, કેળા કે હળદરનું દાન કરો.
 
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news