આજે વિજયા એકાદશી પર આ એક મંત્રનો જાપ કરવાથી સીધુ જ ત્રણ ગણુ ફળ મળે છે

આજે વિજયા એકાદશી પર આ એક મંત્રનો જાપ કરવાથી સીધુ જ ત્રણ ગણુ ફળ મળે છે

ફાલ્ગુન માસની કૃષ્ણ એકાદશીને એકાદશી કહેવાય છે. તેથી આજે વિજયા એકદાશી છે. માન્યતા છે કે, આ એકાદશીએ વ્રત કરનારને દરેક કાર્યમાં સફળતા મળે છે. સાથે જ તેને પૂર્વજન્મથી લઈને આ જન્મના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે કે, આ એકાદશીનું જેવુ નામ છે, તેવુ જ ફળ પ્રાપ્ત થાય છે. આજે ત્રિપુષ્કર યોગ પણ છે, માન્યતા છે કે, આ દિવસે આરધના કરવાથી દરેક કામમાં ત્રણ ગણી સફળતા મળશે. 

માન્યતા છે કે, આ દિવસે ભગવાન શ્રી રામે સમુદ્રના કિનારે પૂજા કરી હતી. રાજીએ સમુદ્ર પાર કરીને લંકા પર વિજય મેળવ્યો હતો. જે પણ કામ કરશે તેમાં સફળતા મળશે. પદ્મ પુરાણમાં એકાદશી વ્રતની વિધિ અને કથાઓનું વર્ણન કર્યું છે. આ પુરાણમાં બતાવવામાં આવ્યુઁ છે કે, ફાલ્ગુન માસની કૃષ્ણપક્ષની એકાદશી બહુ જ પુણ્યદાયી છે, તેનું નામ વિજયા એકાદશી છે. આ એકાદશી વ્રત બહુ જ આકરુ માનવામા આવે છે. કેમ કે, આ વ્રત એક દિવસ માટે નહિ, પરંતુ 48 કલાક એટલે કે બે દિવસ માટે રાખવામા આવે છે.

આવી રીતે કરો વ્રત
એકાદશી વ્રત નિયમાનુસાર, વ્રતના એક દિવસ પહેલા વ્રતીએ માત્ર એક જ સમય જ ભોજન કરે છે અને એકાદશીનો કઠોર ઉપવાસ કરે છે. એકાદશી વ્રતના પારણા આગલા દિવસે સૂર્યોદય બાદ કરવામાં આવે છે. એકાદશી વ્રતમાં કોઈ પણ પ્રકારના અન્ય અન્નનું સેવન કરવામાં નથી આવતુ. વ્રત કરનાર પોતાના મનની શક્તિ અને સામ્યર્થના અનુસાર, માત્ર પાણીની સાથે અથવા તો ફળોની સાથે કરી શકે છે. તમામ એકાદશી ઉપવાસ એક જેવા જ રાખવા જોઈએ. અલગ અલગ ઉપવાસ રાખવા યોગ્ય કહેવાતુ નથી.

આજે કરો આ ઉપાય
સવારે ઉઠવાની સાથે જ ભગવાન સૂર્યનું સ્મરણ કરો. સવારે નાહી-ધોઈને સૌથી પહેલા સૂર્યને ગંગા જળ અર્પિત કરો. આ સાથે જ ભગવાન શ્રીરામ પરિવાર-સીતાજી ગણેશજી અને કાર્તિકેય ભગવાનની પૂજા કરો. દીપ, ફૂલ અને ધૂપથી ભગવાનની આરાધના કરો. ભગવાનને પ્રસાદનો ભોગ અને 'ॐ सिया पतिये राम रामाय नमः'નું જાપ કરો. એવી માન્યતા છે કે, આ મંત્રના જાપથી ભગવાન પ્રસન્ન થઈને ત્રણ ગણુ ફળ આપે છે અને તમામ મનોકામના પૂરી રકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news