Ramayan મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કર્યું ટ્વીટ, કરી મોટી વાત
રામાનંદ સાગરની રામાયણે (Ramayan) દર્શકોને લોકડાઉનમાં ખુબ જ મનોરંજન કર્યું. 80 દશકનાં ચર્ચિત ધારાવાહીક રામાયણ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) ટ્વીટ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિએ નવી પેઢીને દેશની સંસ્કૃતિ અને લોક પરંપરાથી પરિચિત કરાવવા માટે દુરદર્શનનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ રામાયણ ધારાવાહિકનાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અંગે ખુશી વ્યક્ત કરી.
Trending Photos
નવી દિલ્હી : રામાનંદ સાગરની રામાયણે (Ramayan) દર્શકોને લોકડાઉનમાં ખુબ જ મનોરંજન કર્યું. 80 દશકનાં ચર્ચિત ધારાવાહીક રામાયણ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) ટ્વીટ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિએ નવી પેઢીને દેશની સંસ્કૃતિ અને લોક પરંપરાથી પરિચિત કરાવવા માટે દુરદર્શનનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ રામાયણ ધારાવાહિકનાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અંગે ખુશી વ્યક્ત કરી.
નાયડૂએ ટ્વિટમાં લખ્યું કે, ભારતીય મહાકાવ્યો પર આધારિત 80ના દાયકાના લોકપ્રિય ધારાવાહીકોનું દુરદર્શન પુન: પ્રસારણ સ્વાગત યોગ્ય તથા સરાહનીય પહેલ છે. નવી પેઢીને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક અને લોકપરંપરાથી પરિચિત કરાવવામાં દુરદર્શનનાં આ પ્રયાસોનું અભિનંદન કરુ છું.
हरि अनंत, हरि कथा अनंता ...
यह जानकर प्रसन्नता हुई कि दूरदर्शन द्वारा फिर से प्रसारित की गई रामायण ने लोकप्रियता में विश्व रिकॉर्ड कायम किया है, और यह दुनिया का सबसे ज्यादा देखा जाने वाला कार्यक्रम बन गया है। #Ramayana pic.twitter.com/ug9EotluFb
— Vice President of India (@VPSecretariat) May 4, 2020
તેમણે આગળ લખ્યું કે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હરિ અનંદ હરિ કથા અનંતા. આ માહિતી પ્રસન્નતા થઇ કે દુરદર્શન દ્વારા ફરીથી પ્રસારિત કરવામાં આવેલા રામાયણે લોકપ્રિયતામાં વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે, અને આ વિશ્વનો સૌથી વધારે જોનારા કાર્યક્રમ બની ગઇ છે રામાયણ.
રામાનંદ સાગરની ઉત્તર રામાયણના અંતિમ એપિસોડ 2 મેનાં રોજ પ્રસારિત કરવામાં આવ્યું. ત્યાર બાદ ટ્વિટર પર આખો દિવસ રામાયણ ટ્રેન્ડ કરતું રહ્યું. અત્રે ઉળ્લેખનીય છે કે, રામાયણે હાલમાં જ ટીઆરપીના મુદ્દે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રામાયણ ધારાવાહિક 16 એપ્રીલે 7.7 કરોડ લોકોએ જોયું હતું, જે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધારે જોવાનારો શો બની ગયો છે.
Old is Gold! #Ramayana pic.twitter.com/2mjY7AdffQ
— Vice President of India (@VPSecretariat) May 4, 2020
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે