સંસદીય સમિતીઓની બેઠકમાં સાંસદોની ગેરહાજરીથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ખફા કહ્યું કે...

રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) સંસદીય સમિતીઓની બેઠકમાં સભ્યોની પાંખી હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાયડૂએ સોમવારે જણાવ્યું કે, 244માંથી 95 સાંસદોએ સંસદીય સ્થાયી સમિતીઓની એક પણ બેઠકમાં ભાગ નથી લીધો. તેમાં રાજ્યસભાનાં 23 સભ્યો છે. બજેટ સત્રનાં બીજા તબક્કા પહેલા દિવસે રાજ્યસભાની બેઠક ચાલુ થવા અંગે વિભાગ સંબંધી સ્થાયી સમિતીઓની બેઠકના લેખાજોખા આપતા નાયડૂએ કહ્યું કે, રાજ્યસભાની આઠ સ્થાયી સમિતીઓ અત્યાર સુધી થયેલી 20 બેઠકોમાં સભ્યોની 45.35 ટકા જ હાજર રહ્યા હતા.

સંસદીય સમિતીઓની બેઠકમાં સાંસદોની ગેરહાજરીથી ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ ખફા કહ્યું કે...

નવી દિલ્હી : રાજ્યસભાનાં સભાપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) સંસદીય સમિતીઓની બેઠકમાં સભ્યોની પાંખી હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નાયડૂએ સોમવારે જણાવ્યું કે, 244માંથી 95 સાંસદોએ સંસદીય સ્થાયી સમિતીઓની એક પણ બેઠકમાં ભાગ નથી લીધો. તેમાં રાજ્યસભાનાં 23 સભ્યો છે. બજેટ સત્રનાં બીજા તબક્કા પહેલા દિવસે રાજ્યસભાની બેઠક ચાલુ થવા અંગે વિભાગ સંબંધી સ્થાયી સમિતીઓની બેઠકના લેખાજોખા આપતા નાયડૂએ કહ્યું કે, રાજ્યસભાની આઠ સ્થાયી સમિતીઓ અત્યાર સુધી થયેલી 20 બેઠકોમાં સભ્યોની 45.35 ટકા જ હાજર રહ્યા હતા.

નાયડૂએ આગળ કહ્યું કે, દાનની માંગણીઓ મુદ્દે યોજાયેલી કોઇ પણ બેઠકમાં 244માંથી 95 સભ્યો જોડાયા નહોતા, જ્યારે ગત્ત વખતે 28 સભ્યોની શૂન્ય ઉપસ્થિતી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બજેટમાં પ્રસ્તાવિત તમામ મંત્રાલયોનાં અનુદાનની માંગણીઓ અંગે વિચાર કરવા માટે બંન્ને સદનની વિભાગ સંબઁધી કુલ 24 સમિતીઓ છે. તેમાંથી 8 સમિતીઓ રાજ્યસભા સભ્યોની અધ્યક્ષતાવાળી છે અને 16 સમિતીઓ લોકસભા સભ્યોની અધ્યક્ષતાવાળી છે. નાયડૂએ કહ્યું કે,  આ પ્રણાલીમાં વધારે જવાબદારી અને પારદર્શીતા લાવવા માટે કવાયત કરવામાં આવી છે જેથી સંસદીય કામકાજમાં સુધારો આવી શકે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, રાજ્યસભાને દિલ્હી તોફાનો મુદ્દે વિપક્ષનાં પ્રદર્શન બાદ મંગળવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news