રસોડામાં આ 4 વસ્તુ ક્યારેય ખતમ થવી ન જોઈએ, નહીં તો આર્થિક સંકટથી ઘેરાઈ જશો!

માતા લક્ષ્મી ધન અને વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાય છે. જો મા લક્ષ્મી રીસાઈ જાય તો ઘરમાં દરિદ્રતા આવે છે. લોકોએ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે.

રસોડામાં આ 4 વસ્તુ ક્યારેય ખતમ થવી ન જોઈએ, નહીં તો આર્થિક સંકટથી ઘેરાઈ જશો!

નવી દિલ્હી: માતા લક્ષ્મી ધન અને વૈભવની દેવી છે. માતા લક્ષ્મીની કૃપાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ જળવાય છે. જો મા લક્ષ્મી રીસાઈ જાય તો ઘરમાં દરિદ્રતા આવે છે. લોકોએ આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. આથી દરેક જણ ઈચ્છે છે કે ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા તેમના પર હંમેશા રહે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક અનુષ્ઠાન કરાવે છે જેથી કરીને રૂપિયા પૈસાની કમી ન રહે. પરંતુ શું તમને ખબર છે ઘરમાં સુખ અને સમૃદ્ધિનું કનેક્શન આપણા રસોડા સાથે જોડાયેલું હોય છે. કારણ કે રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં કેટલીક વસ્તુઓ સંપૂર્ણ રીતે ખતમ થવી જોઈએ નહીં. નહીં તો તે અશુભ મનાય છે અને માતા અન્નપૂર્ણા નારાજ થાય છે. 

રસોડામાં ક્યારેય લોટ ખતમ ન થવો જોઈએ
રસોડામાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ લોટ છે. જો કે મોટાભાગના ઘરોમાં લોટ તો હોય જ છે પરંતુ ક્યારેક ખુબ વ્યસ્ત હોવાના કારણે આપણે સમયસર રાશન ખરીદી શકતા નથી અને લોટ ખતમ થઈ જાય છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ રસોડામાં લોટ ખતમ થતા પહેલા જ તમારે તે લાવીને મૂકી દેવો જોઈએ. જે વાસણમાં લોટ રાખો તે ક્યારેય ખાલી થવું જોઈએ નહીં. લોટ ખતમ થવાથી ધનની કમી થવા લાગે છે. આ ઉપરાંત માન સન્માનમાં પણ કમી આવે છે. 

હળદર ખતમ થવી પણ મનાય છે અશુભ
હળદરમાં ઔષધીય ગુણો હોય છે. હળદરનો ઉપયોગ મોટાભાગે ભોજન તૈયાર કરવામાં થાય છે. આ ઉપરાંત હળદરનો ઉપયોગ શુભ કાર્યો અને પૂજામાં પણ થાય છે. જ્યોતિષ મુજબ હળદરનો સંબંધ ગુરુ ગ્રહ સાથે હોય છે. રસોડામાં હળદર ખતમ થવાથી ગુરુ દોષ લાગે છે., જેનાથી સુખ સમૃદ્ધિમાં કમી આવે છે અને શુભકાર્યોમાં અડચણ આવે છે. આથી રસોડામાં ક્યારેય હળદર ખતમ ન થવા દો. 

ચોખા સાથે શુક્ર ગ્રહનો છે સંબંધ
હંમેશઆ લોકોને આદત હોય છે કે ચોખા સંપૂર્ણ રીતે ખતમ થયા બાદ જ તેઓ બજારમાંથી મંગાવે છે. પરંતુ આમ કરવું ખોટું છે. ચોખાનો સંબંધ શુક્ર ગ્રહ સાથે હોય છે. શુક્ર ગ્રહ ભૌતિક સુખનું કારણ છે. ઘરમાં ચોખા ખતમ થતા પહેલા જ તેને મંગાવી લો નહીં તો ભૌતિક સુખ સુવિધાઓથી વંચિત રહેવું પડી શકે છે. 

મીઠું ખતમ થવું ઘાતક બની શકે
આમ તો મીઠું દરેક ઘરમાં હોય જ છે. કારણ કે મીઠા વગર ભોજનનો સ્વાદ અધૂરો હોય છે. તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ રસોડામાં મીઠું ખતમ થવાનું હોય તે પહેલા જ મંગાવી લેવું નહીં તો ઘરમાં આર્થિક સંકટ આવવાની શક્યતા રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news