મુલાયમે રામભક્તો પર ગોળી ચલાવી માટે એમના પુત્રએ જ ધક્કા મારીને કાઢી મુક્યા

પીલીભીતમાં એક ચૂંટણી સભામાં વરૂણ ગાંધીએ કહ્યું કે, ભલે લોકસભા ચૂંટણી 2019ને જોતા સપા-બસપા ગઠબંધન પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે ભલે તે લોકો એક થઇ ગયા હોય

મુલાયમે રામભક્તો પર ગોળી ચલાવી માટે એમના પુત્રએ જ ધક્કા મારીને કાઢી મુક્યા

પીલીભીત : યૂપીમાં સુલ્તાનપુરના સાંસદ અને લોકસભા ચૂંટણી 2019માં પીલીભીતથી ભાજપનાં લોકસભા ઉમેદવાર વરૂણ ગાંધીએ સમાજવાદી પાર્ટીનાં સુપ્રીમો રહેલા મુલાયમસિંહ પર શાબ્દિક પ્રહાર કર્યો છે. મુલાયમ સિંહે આ વખતે પણ મૈનપુરીથી ચૂંટણી લડી રહ્યા છે. તેમના પર નિશાન સાધતા વરુણ ગાંધીએ કહ્યું કે, મુલાયમ સિંહ યાદવે રામ ભક્તો પર ગોળી ચલાવીને પાપ કર્યું તેનું પરિણામ એ આવ્યું કે અંતમાં તેમનાં જ પુત્રનાં ધક્કા મારીને રોડ પર કાઢી મુક્યા. 

માયાવતી માટે વરુણ ગાંધીએ કહ્યું કે, માયાવતીએ સમગ્ર જીવન ટિકિટો વહેંચી છે. વરુણ ગાંધીએ પોતાનાં તથા પોતાના માં મેનકા ગાંધીને ટિકિટ મળવા અંગે કહ્યું કે, ભાજપે સમગ્ર દેશમાં માત્ર એક જ પરિવારની બે ટિકિટ આપી છે. જ્યારે માંગનારાઓમાં 10થી 20 પરિવાર હતા કોઇને નથી આપ્યું. સપા-બસપા ગઠબંધન પર હુમલો કરતા કહ્યું કે, ભલે જ આ લોકો એક થઇ ગયા હોય. પરંતુ નીચેનાં લોકો નારાજ છે. યુપીમાં મહાગઠબંધનના સવાલ પર વરુણ ગાંધીએ કહ્યું કે, આ કઇ ખેતરની મુલી છે. 

વરૂણ ગાંધીનું આ નિવેદન પીલીભીતનાં રમ્પુરા ફકીરે ગામમાં એક જનસભા દરમિયાન આપ્યું. વરૂણ ગાંધી પીલીભીતથી ભાજપની લોકસભા ઉમેદવાર છે. વરૂણ ગાંધી હાલના સમયે સુલ્તાનપુરથી સાંસદ છે જ્યારે તેમની માં મેનકા ગાંધી પીલીભીતીથી સાંસદ છે. આ વખતે ભાજપ બંન્ને મા પુત્રને ટિકિટ બદલી દીધી છે. વરૂણ ગાંધીને પીલીભીતથી ટિકિટ આપવામાં આવી છે, જ્યારે મેનકા ગાંધીને સુલ્તાનપુરથી ટિકિટ ફાળવાઇ છે. ટિકિટ મળ્યા બાદ વરૂણ ગાંધી પીલીભીતમાં એક દિવસમાં 2 ડઝનથી વધારે સભાઓ કરી રહ્યા છે. 

વરૂણ ગાંધી 2009માં પણ પીલીભીતથી ચૂંટણી જીતી ચુક્યા છે. જો કે તે સમયે તેઓ પોતાની વિવાદિત ટીપ્પણીના કારણે ચર્ચામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ 2014માં પોતાનાં પિતાની પરંપરાગત સીટ સુલ્તાનપુર આવી ગયા પરંતુ આ વખતે તેમની સીટ બદલી દેવામાં આવી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news