સ્વાસ્થ્ય મંત્રીની મોટી જાહેરાત, જાણો ક્યારથી મળશે કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ!
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને 10 દિવસ બાદ દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલમાં જ બે કોરોના વેક્સીનને DCGIની મંજૂરી મળી છે. દેશને અલગ અલગ રાજ્યમાં વેક્સીનને લઇને ડ્રાય રન પણ સફળ રહ્યું છે
Trending Photos
નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષ વર્ધને 10 દિવસ બાદ દેશમાં વેક્સીનેશનની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે. હાલમાં જ બે કોરોના વેક્સીનને DCGIની મંજૂરી મળી છે. દેશને અલગ અલગ રાજ્યમાં વેક્સીનને લઇને ડ્રાય રન પણ સફળ રહ્યું છે. તેથી સરકાર 13 અથવા 14 જાન્યુઆરીથી લોકોને કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ મળવાનો શરૂ થઈ જશે. શરૂઆતમાં 3 કરોડ કોરોના વોરિયર્સને આ ડોઝ આપવામાં આવશે.
આ પણ વાંચો:- વિવાદનો The End: સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકનું જોઈન્ટ સ્ટેટમેન્ટ- 'સાથે મળીને કરીશું કામ'
મંગળવારના એક પ્રેસ કોન્ફરન્સમાં સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, સરકાર 10 દિવસની અંદર કોરોના વેક્સીનને રોલઆઉટ કરવા તૈયાર છે. રાજેશ ભૂષણે કહ્યું કે, જો હવે કોરોના વેક્સીનને મંજૂરી મળી છે, તો હવે 10 દિવસની અંદર વેક્સનેશન કાર્યક્રમ શરૂ થઈ જશે.
આ પણ વાંચો:- સ્વદેશી રસી Covaxin ને 'પાણી' જેવી ગણાવતા થયો વિવાદ, આખરે અદાર પૂનાવાલાએ કરી સ્પષ્ટતા, જાણો સમગ્ર મામલો
તમને જણાવી દઇએ કે, રવિવારના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ એસ્ટ્રાઝેન્કા અને ઓક્સફોર્ડની વેક્સીન કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની વેક્સીનને મંજૂરી મળી હતી. દેશમાં પ્રથમ ફેઝમાં 3 કરોડ લોકોની કોરોનાની વેકસીન લગાવવામાં આવશે. તેમાં સ્વાસ્થ્યકર્મી, ફ્રન્ટલાઈન વર્કર અને 50 વર્ષથી વધારે ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે