ઉત્તરાખંડ: ટિહરીમાં ભૂસ્ખલનથી મકાન તૂટી પડતા 3ના મોત, 8 લોકો કાટમાળમાં દટાયા
ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના ટિહરીમાં એક મકાન તૂટી પડ્યું. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે.
Trending Photos
દહેરાદૂન/ટિહરી: ભારે વરસાદના કારણે ઉત્તરાખંડના ટિહરીમાં એક મકાન તૂટી પડ્યું. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. મકાનના કાટમાળમાં દબાઈને 3 લોકોના મોત થયા છે. મૃતકોના શબ કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે. કાટમાળમાં હજુ પણ 8 લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દુર્ઘટના ટિહરીના ઘનસાલીના કોટ ગામમાં થઈ છે. ઘટનાસ્થળે બચાવ અને રાહતકાર્ય જારી છે. કોટ ગામ બૂઢા કેદાર પાસે સ્થિત છે. રાહત અને બચાવ કાર્ય માટે એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.
#SpotVisuals: 8 people buried in landslide in Kot village near Buda Kedar in
Tehri Garhwal district; 3 bodies have been recovered so far, search and rescue operation underway #Uttarakhand pic.twitter.com/N4GjTtfbWW
— ANI (@ANI) August 29, 2018
આ બાજુ ટિહરી ગઢવાલના બાલગંગા તહસીલમાં વરસાદે કેર વર્તાવ્યો છે. કોટ ગામમાં વાદળું ફાટવાના પણ અહેવાલ છે. કહેવાય છે કે આ વિસ્તારમાં પણ તબાહી મચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે