શિક્ષણના મંદિરમાં એક શિક્ષિકાની શરમજનક કરતૂત, માસૂમ બાળકને બાળકો પાસે જ માર ખવડાવ્યો

Muzaffarnagar Viral Video: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક પ્રાઈવેટ શાળાના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિક્ષિકા ક્લાસમાં એક બાળકને ક્લાસના બીજા બાળકોથી માર ખવડાવી રહ્યા છે. દાવો થઈ રહ્યો છે કે જે બાળકને અન્ય બાળકો થપ્પડ મારી રહ્યા છે તે મુસ્લિમ છે.

શિક્ષણના મંદિરમાં એક શિક્ષિકાની શરમજનક કરતૂત, માસૂમ બાળકને બાળકો પાસે જ માર ખવડાવ્યો

Muzaffarnagar Viral Video: ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરની એક પ્રાઈવેટ શાળાના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિિક્ષકા ક્લાસમાં એક બાળકને ક્લાસના બીજા બાળકોથી માર ખવડાવી રહ્યા છે. દાવો થઈ રહ્યો છે કે જે બાળકને અન્ય બાળકો થપ્પડ મારી રહ્યા છે તે મુસ્લિમ છે. વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ તેના પર પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું કે માસૂમ બાળકોના મનમાં ભેદભાવનો ઝેર ઘોળવું, શાળા જેવા પવિત્ર સ્થળને નફરતનું બજાર બનાવવું- એક શિક્ષક દશ માટે આનાથી ખરાબ કશું કરી શકે નહીં. 

રાહુલ ગાંધીએ પોસ્ટમાં વધુમાં લખ્યું કે ભાજપનું ફેલાયેલું આ કેરોસિન છે જેણે ભારતના ખૂણે ખૂણામાં આગ લગાડી રાખી છે. બાળકો ભારતનું ભવિષ્ય છે- તેમને નફરત નહીં, આપણે બધાએ મળીને પ્રેમ શિખવાડવાનો છે. 

राहुल गांधी ने वायरल वीडियो पर कहा - ये बीजेपी की नफरत का केरोसीन है #Muzaffarnagar #ViralVideo #UP #TriptaTyagi | @Chandans_live pic.twitter.com/8EgrBKrCVz

— Zee News (@ZeeNews) August 26, 2023

ઔવેસીએ પણ સાધ્યું નિશાન
બીજી બાજુ અસદુદ્દીન ઓવૈસીએ પણ પોસ્ટ કરીને કહ્યું કે આ વીડિયો ઉત્તર પ્રદેશનો છે. શિક્ષક એક મુસલમાન બાળકને ક્લાસના બાકી છોકરાઓ જોડે માર ખવડાવી રહી છે અને તેના પર ગર્વ પણ મહેસૂસ કરી રહી છે. બાળકના પિતાએ તેને સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યો અને લેખિતમાં આપ્યું કે તેઓ કોઈ કાર્યવાહી નહીં કરાવે. 

અત્રે જણાવવાનું કે આ વીડિયો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ પ્રિયંક કાનૂનગોએ ગંભીરતાથી લીધુ અને કાર્યવાહી માટે આદેશ અપાઈ રહ્યા છે. તમામને અપીલ છે કે બાળકનો વીડિયો શેર ન કરે. 

આ મામલે તપાસમાં લાગી છે પોલીસ
પોલીસનું કહેવું છે કે શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીએ ટેબલ યાદ ન કરવા મુદ્દે ક્લાસના અન્ય વિદ્યાર્થીઓથી માર ખવડાવવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે વીડિયોની તપાસ કરી છે. આ સાથે જ વીડિયો બનાવનારા વ્યક્તિએ ટીચર તરફથી આપત્તિજનક ટિપ્પણીની પુષ્ટિ પણ કરી છે. 

— ANI_HindiNews (@AHindinews) August 26, 2023

શિક્ષકે આપ્યો આ જવાબ
જે શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે તે નેહા પબ્લિક સ્કૂલના પ્રિન્સિપાલ તૃપ્તા ત્યાગી છે. આ સમગ્ર મામલે તેમણે કહ્યું કે વીડિયોને એડિટ કરીને વાયરલ કરાયો છે. અમારા ત્યાં હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહે છે. અમારી શાળામાં અનેક વિદ્યાર્થીઓ મુસ્લિમ છે. તે દિવસે તે બાળક તેનું હોમવર્ક કરીને લાવ્યો ન હતો અને બાળકના પરિજનો તરફથી કહેવાયું હતું કે તેના પર કડકાઈ વર્તજો. હું વિકલાંગ છું એટલે મે અન્ય 2-3 બાળકો પાસે માર ખવડા્યો. જેથી કરીને હોમવર્ક લઈને આવે કારણ કે પરીક્ષા નજીક છે. તે 2 મહિનાથી પોતાનું હોમવર્ક કરીને લાવતો નહતો. મે વાયરલ વીડિયોમાં કહ્યું હતું કે મોમેડન માતાઓએ પોતાના બાળકોને તેમના મામાના ઘરે લઈ જવા જોઈએ નહીં કારણ કે પરીક્ષા નજીક આવી રહી છે. પરંતુ તે વીડિયોને કાપી નખાયો અને ખાલી મોમેડન શબ્દ રહેવા દીધો. મારો આવો ઈરાદો નહતો.

— ANI_HindiNews (@AHindinews) August 26, 2023

શું કહેવું છે બાળકના પિતાનું
પીડિત બાળકના પિતાએ આ મામલે કહ્યું કે મારો પુત્ર 7 વર્ષનો છે. આ ઘટના 24 ઓગસ્ટની છે. શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે મારા બાળકને વારંવાર માર ખવડાવ્યો. મારા ભત્રીજાએ વીડિયો બનાવ્યો. તે કોઈ કામથી શાળાએ ગયો હતો. મારો 7 વર્ષનો બાળક એક-બે કલાક સુધી તેને પરેશાન કરાયો. તે ડરેલો છે. આ કોઈ હિન્દુ મુસ્લિમ મામલો નથી. અમે ઈચ્છીએ છીએ કે કાયદો પોતાનું કામ કરે. 

— ANI_HindiNews (@AHindinews) August 26, 2023

નોંધાઈ  ફરિયાદ
મુઝફ્ફરનગરના ડીએમ અરવિંદ મલપ્પાએ કહ્યું કે વીડિયો કાલ સાંજથી વાયરલ થઈ રહ્યો છે અને તેની તપાસ કરવામાં આવી. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે વીડિયો બાળકના પિતરાઈએ બનાવ્યો હતો. આજ સવારે ફરિયાદ દાખલ કરવામાં આવી. બાળ કલ્યાણ સમિતિ બાળકને કાઉન્સિલિંગ કરી રહી છે. ફરિયાદ નોંધાઈ હોવાથી તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

 લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news