Atique Ahmed: દહેશત ફેલાવવાની કોશિશ!, પ્રયાગરાજમાં અતીકના વકીલના ઘર પાસે દેસી બોમ્બથી હુમલો

Attack in Prayagraj: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના વકીલના ઘરની પાસે દેસી બોમ્બ ફેંકાયો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. મળતી માહિતી મુજબ દહેશત ફેલાવવાના હેતુથી આ બોમ્બ ફેંકાયો

Atique Ahmed: દહેશત ફેલાવવાની કોશિશ!, પ્રયાગરાજમાં અતીકના વકીલના ઘર પાસે દેસી બોમ્બથી હુમલો

Attack in Prayagraj: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માફિયા અતીક અહેમદના વકીલના ઘરની પાસે દેસી બોમ્બ ફેંકાયો છે. મામલો કટરા ગોબર ગલીનો છે. મળતી માહિતી મુજબ દહેશત ફેલાવવાના હેતુથી આ બોમ્બ ફેંકાયો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. કર્નલગંજ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. 

પ્રયાગરાજ પોલીસ કમિશનરે કહ્યું કે આ હુમલો વકીલ દયાશંકર મિશ્રાના ઘરની સામેની ગલીમાં થયો. અફવા ફેલાવવામાં આવી કે દયાશંકર મિશ્રા પર હુમલો થયો છે પરંતુ આ વાત સાચી નથી. ઘટનાની તપાસ થઈ રહી છે. ઘટના પર દયાશંકર મિશ્રાએ કહ્યું કે 24-25 વર્ષના યુવકે આ ઘટનાને અંજામ આપ્યો. મને હતોત્સાહિત કરવાની કોશિશ છે. હું અનેક વર્ષોથી કેસ લડું છું. 

સહાયક પોલીસ આયુક્ત (શિવકુટી) રાજેશકુમાર યાદવે કહ્યું કે કર્નલગંજ પોલીસ મથક વિસ્તાર હેઠળ આવતા કટરાની ગોબર ગલીમાં કેટલાક યુવકોએ અંગત અદાવતના પગલે બોમ્બ ફેંક્યો હતો. જેમાં સંયોગવશ અતીક અહેમદના વકીલ દયાશંકર મિશ્રાના મકાનની સામે વિસ્ફોટ થયો. તેમણે જણાવ્યું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. 

સ્થાનિકોના જણાવ્યાં મુજબ હર્ષિત સોનકર નામના યુવકને રોનક આકાશસિંહ અને છોટે સાથે પૈસા મામલે વિવાદ હતો અને આ કારણે સોનકરે રોનક, આકાશ અને છોટેનો પીછો કરતા તેમના પર દેસી બોમ્બ ફેંક્યો. યાદવે વધુમાં જણાવ્યું કે સંયોગવશ બોમ્બ વકીલ દયાશંકર મિશ્રાના મકાન સામે પડ્યો. સોનકર બોમ્બ ફેંકીને ત્યાંથી ભાગી ગયો. આ મામલે એફઆઈઆર નોંધાઈ રહી છે. જલદી આરોપીની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મિશ્રા ઉમેશ પાલ અપહરણ મામલે અતીક અહેમદ અને અશરફના વકીલ હતા. આ મામલે અતીક અહેમદ અને અન્ય બે લોકોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી હતી. જ્યારે અશરફ સહિત સાત લોકોને પુરાવાના અભાવે છોડી મૂકાયા હતા. 

નોંધનીય છે કે શનિવારે રાતે પોલીસ કસ્ટડીમાં કાલ્વિન હોસ્પિટલ આવેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની ત્રણ યુવકોએ ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદથી સમગ્ર શહેરમાં સ્થિતિ સંવેદનશીલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news