UP માં તો CM યોગી જ રહેશે BOSS! હવે તો PM મોદીએ પણ આપી દીધો સ્પષ્ટ સંકેત
PM Modi praises Yogi Adityanath: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચેલો છે. સતત બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ ચર્ચાવા લાગી હતી. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીમાં યોગી આદિત્યનાથ જ મુખ્યમંત્રી રહેશે, તેઓ જ યુપીના અસલ 'બોસ' છે.
Trending Photos
PM Modi praises Yogi Adityanath: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ ઉત્તર પ્રદેશના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચેલો છે. સતત બદલાઈ રહેલા રાજકીય ઘટનાક્રમ વચ્ચે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ ચર્ચાવા લાગી હતી. પરંતુ હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે યુપીમાં યોગી આદિત્યનાથ જ મુખ્યમંત્રી રહેશે, તેઓ જ યુપીના અસલ 'બોસ' છે. પીએમ મોદીએ પણ આ અંગે હવે તો સ્પષ્ટ સંકેત આપી દીધો છે. દિલ્હીમાં થયેલી મુખ્યમંત્રી પરિષદની બેઠક (Chief Minister Council Meeting)માં પીએમ મોદીએ યોગી આદિત્યનાથના ખુબ વખાણ કર્યા. પીએમ મોદીએ યોગી સરકારની યોજનાઓને બિરદાવતા કહ્યું કે બીજા રાજયોએ પણ યુપીની નીતિઓને અપનાવવી જોઈએ.
સીએમ યોગીએ શું કહ્યું?
મુખ્યમંત્રી પરિષદની બેઠકમાં યોગી આદિત્યનાથે ગ્રામ સચિવાલય ડિજિટલાઈઝેશન અને પ્રદેશની અર્થવ્યવસ્થા અંગે એક પ્રેઝન્ટેશન આપ્યું. સીએમ યોગીએ જણાવ્યું કે રાજ્યની અર્થવ્યવસ્થાને એક ટ્રિલિયન ડોલર સુધી પહોંચાડવાનો લક્ષ્યાંક છે. આ યોજના યુપીને આર્થિક રીતે મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. પ્રેઝન્ટેશનમાં સીએમ યોગીએ જણાવ્યં કે ડિજિટલાઈઝેશનની પ્રક્રિયા હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં તમામ સરકારી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આશે. જેનાથી ગ્રામીણ જનતાના સમય અને સંસાધનોની બચત થશે. આ સાથે જ પ્રદેશની અર્થવ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ ઉદ્યોગો અને કારોબારને વધારવાની યોજનાઓ પણ સામેલ છે. ભાજપની મુખ્યમંત્રી પરિષદમાં પ્રધાનમંત્રીએ ક્લીન ગંગા મિશન અને સ્વચ્છ ભારત અભિયાન ઉપર પણ ભાર મૂક્યો.
પીએમ મોદી કરી ભરપૂર પ્રશંસા
યુપીમાં લોકસભા ચૂંટણીમાં સંતોષજનક પરિણામ ન આવતા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી તે વચ્ચે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકમાં પીએમ મોદીએ યુપીના સીએમ યોગી આદિત્યનાથના ખુબ વખાણ કર્યા. આ દરમિયાન તેમણે કહ્યું કે યોગી સરકારની યોજનાઓને દેશના અન્ય રાજ્યોએ પણ લાગૂ કરવી જોઈએ.
યોગીના નેતૃત્વમાં લડાશે ચૂંટણી
આ અગાઉ સૂત્રોના હવાલે એવા સમાચાર આવ્યા હતા કે યોગી સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે ખેંચતાણનો દોર ખતમ થઈ ગયો છે. આ સાથે જ સૂત્રોએ એવું પણ જણાવ્યું કે યોગી આદિત્યનાથ જ યુપીના મુખ્યમંત્રી રહેશે અને 2027ની વિધાનસભા ચૂંટણી સીએમ યોગીના નેતૃત્વમાં જ લડાશે. આ સાથે જ એવા પણ ખબર છે કે કેન્દ્રીય નેતૃત્વ ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યના નિવેદનબાજીથી ખુશ નથી. ગત સપ્તાહ યુપી ભાજપ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીએ પણ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી યુપીમાં ચહેરો બદલવાના મૂડમાં નથી. તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે રાજ્યમાં સીએમને બદલવાની કોઈ ચર્ચા કે વાત નથી.
કેવી રીતે શરૂ થયો હતો વિવાદ
વાત જાણે એમ છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપે યુપીમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું. એનડીએને ફક્ત 33 સીટો મળી ત્યારબાદ સંગઠનમાં અનેક પ્રકારની વાતો સામે આવવા લાગી અને મુખ્યમંત્રી બદલવાની અટકળો થવા લાગી હતી. યોગી સરકાર અને સંગઠન વચ્ચે ખેંચતાણ ખુલીને ત્યારે સામે આવી જ્યારે 15 જુલાઈના રોજ કાર્યસમિતિની બેઠકમાં સીએમ યોગી અને ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્યના અલગ અલગ નિવેદનો સામે આવ્યા. સીએમ યોગીએ કહ્યું કે બધાએ એક સાથે ચાલવાની જરૂર છે. જ્યારે કેશવપ્રસાદ મૌર્યએ કહ્યું કે સરકારથી મોટું સંગઠન છે. સીએમ યોગીએ ચૂંટણી પરિણામો બાદ બેકફૂટ પર નહીં આવવાની વાત કરી તો મૌર્યએ કહ્યું કે સંગઠન હતું અને હંમેશા રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે