મહારાષ્ટ્ર બાદ હવે UPમાં પણ પ્લાસ્ટિક પર સંપર્ણ પ્રતિબંધ લદાયો

2015થી અત્યાર સુધીમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ત્રીજી વખત પ્લાસ્ટિકનો પ્રતિબંધ લાદવાનો પ્રયાસ કર્યો છે, અગાઉ અલ્હાબાદ હાઇકોર્ટ પણ આદેશ આપી ચુકી છે

મહારાષ્ટ્ર બાદ હવે UPમાં પણ પ્લાસ્ટિક પર સંપર્ણ પ્રતિબંધ લદાયો

લખનઉ : ઉત્તર પ્રદેશની યોગી સરકારે પ્લાસ્ટિક પોલિથિનના મુદ્દે ક્રાંતિકારી પગલું ઉઠાવ્યું છે. સરકારે પ્રદેશમાં 15મી જુલાઇથી પ્લાસ્ટિક પર સંપુર્ણ પ્રતિબંધનો આદેશ જાહેર કર્યો છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પોલીસી અંગે યૂપી કેબિનેટ પહેલા જ મંજૂરી આપી ચુક્યું છે. યૂપી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદનારૂ 19મું રાજ્ય બની ચુક્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉતરપ્રદેશ સરકાર દ્વારા 2015થી અત્યાર સુધીમાં આ ત્રીજી વખત પ્રતિબંધ લાદ્યો છે. 

આ અંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે, 15 જુલાઇથી ઉત્તરપ્રદેશમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદી દેવામાં આવશે. જેનાં હેઠળ પ્લાસ્ટિક કપ, ગ્લાસ અને પોલિથિનના ઉપયોગ પર સંપુર્ણ પણે પ્રતિબંધ લગાવી દેવાશે. મુખ્યમંત્રીએ જનતાને સહયોગ આપવા માટે પણ અપીલ કરી હતી. અત્રે ઉલ્લએખનીય છે કે 15 નવેમ્બર, 2015ના રોજ અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા રાજ્ય સરકારને પ્લાસ્ટિક પર વર્ષાંત સુધીમા પ્રતિબંધ લાદવા માટેના નિર્દેશો અપાયા હતા. પોલિથિનનાં વેચાણ પર પ્રતિબંધ લાદવા માટે રાજ્ય સરકારે જાન્યુઆરી 2016 સુધીનો સમય માંગ્યો હતો. જો કે નોઇડા ઓથોરિટી અને ગૌતમબુદ્ધ નગર જિલ્લા તંત્ર આ આદેશને લાગુ કરવામાં નિષ્ફળ નિવડ્યું હતું. 

તંત્ર દ્વારા 2017ની શરૂઆતમાં પણ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જો કે તંત્ર ફરીએકવાર નિષ્ફળ રહ્યું હતું. આ આદેશ ઉત્તરપ્રદેશે ફરીએકવાર આપ્યો છે. આ આદેશ એવા સમયે આપ્યો છે જ્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક પર સંપુર્ણ પ્રતિબંધ લાદીદેવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલની તમામ પ્રોડક્યના નિર્માણ, ઉપયોગ, વેચાણ, પરિવહન અને સંગ્રહ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર દ્વારા પ્લાસ્ટિક અને થર્મોકોલની તમામ વસ્તુઓ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. 

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા 50 માઇક્રોનથી પાતળા પોલિથિનને રાજ્યમાં પ્રતિબંધિત જાહેર કર્યું છે. પોલિથિનનો ઉપયોગ કરનાર વ્યક્તિ પર 50 હજાર રૂપિયાના દંડની જોગવાની પણ વાત કરવામાં આવી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news