આ સેંકડો વર્ષ જૂના મંદિરમાં દારૂ-સિગરેટ ચડાવો તો માનતા પૂરી થાય છે, સંજય દત્તના પિતાએ માની હતી આ માનતા!
મંદિરના પૂજારીના જણાવ્યાં મુજબ 500થી પણ વધુ વર્ષ જૂનું આ મંદિર છે. જ્યાં મંદિર છે ત્યાં એક સમયે શ્રી ધન્નાબાબા રહેતા હતા. જે કાળી માતાના પૂજારી હતા. એક રિપોર્ટ મુજબ અભિનેતા સુનિલ દત્તે પણ પુત્ર સંજય દત્ત માટે મન્નત માંગી હતી.
Trending Photos
આપણા દેશમાં અનેક વિખ્યાત મંદિરો છે અને તેમની સાથે જોડાયેલી માન્યતાઓ પણ પ્રચલિત છે. અનેક મંદિરો એવા છે જ્યાં અલગ અલગ પ્રકારના પ્રસાદ ચડાવવામાં આવે છે. આવું જ એક મંદિર છે જ્યાં પ્રસાદમાં ગોળ-ચણાની સાથે સાથે દારૂ પણ ચડાવવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ સાચી વાત છે. આ મંદિરમાં સેંકડો વર્ષથી માન્યતાના પગલે પ્રસાદ ચડાવવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે શ્રદ્ધાળુઓની તમામ મન્નત પૂરી થાય છે.
આ મંદિર છે ઉત્તર પ્રદેશના મેરઠના કંકરખેડામાં આવેલું શ્રી ધન્નાબાબાનું મંદિર. મીડિયા રિપોર્ટ મુજબ મંદિરના પૂજારીના જણાવ્યાં મુજબ 500થી પણ વધુ વર્ષ જૂનું આ મંદિર છે. જ્યાં મંદિર છે ત્યાં એક સમયે શ્રી ધન્નાબાબા રહેતા હતા. જે કાળી માતાના પૂજારી હતા. એક દિવસ જ્યારે તેઓ કાળી માતાની આરાધના કરતા હતા ત્યારે તેમણે કાળી માતાને રોદ્ર સ્વરૂપમાં જોયા. તે જોઈને તેમણે માતાને પૂછ્યું કે ક્યાં જાઓછો. તો કાળી માતાએ કહ્યું હતું કે તેઓ રાક્ષસોના સંહાર માટે જાય છે. આવામાં બાબાએ તેમને કહ્યું કે તેઓ નરસંહાર કરવાની જગ્યાએ તેમની જ બલિ લઈ લે. ત્યારે કાળી માતાએ કહ્યું હતું કે તેઓ 2 દિવસ પછી આવશે. જ્યારે 2 દિવસ પછી કાળી માતા બલિ લેવા માટે આવ્યા તો તેમણે શ્રી ધન્ના બાબાને તેમની ભક્તિમાં લીન જોયા. ત્યારબાદ કાળી માતાએ વચન લીધુ કે તેઓ આ સ્થાન પર સમાધિ લેશે. ત્યારે બાબાએ આ સ્થાન પર સમાધિ લીધી હતી. ત્યારથી અત્યાર સુધી આ સમાધિ પર શ્રીબાબા ધન્નાની પૂજા થાય છે. ગિહારા સમાજના લોકો શ્રી ધન્ના બાબાને તેમના પિતૃ તરીકે પૂજે છે.
શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે
મીડિયા રિપોર્ટ મુજબ પૂજારી જણાવે છે કે શ્રી ધન્ના બાબાએ કાળી માતાના સાક્ષાત દર્શન કર્યા હતા. ત્યારબાદ તેમને વરસાદ આપ્યું હતું કે જે પણ તમારી પૂજા અર્ચના કરશે તેમની બધી મનોકામનાઓ પૂર્ણ થ શે. આવામાં બાબાએ આ સ્થાન પર સમાધિ લીધી હતી. ત્યારથી દેશભરથી લોકો દર્શન કરવા આવે છે. તેમણે એમ પણ કહ્યું કે બાબાને દારૂ, સિગરેટ પસંદ હતા. આથી શ્રદ્ધાળુઓ આ પ્રકારનો પ્રસાદ ચડાવે છે. જો કે તેઓ કહે છે કે તેમનો મૂળ પ્રસાદ તો ગોળ અને ચણા છે.
સુનિલ દત્ત પણ આવ્યા હતા!
દૈનિક ભાસ્કરના એક રિપોર્ટ મુજબ અભિનેતા સુનિલ દત્તે પણ પુત્ર સંજય દત્ત માટે મન્નત માંગી હતી અને ત્યારબાદ તેને જામીન મળ્યા હતા. અન્ય એક બૂજારી રેશ ગેહરાનું કહેવું છે કે અભિનેતા સુનિલ દત્ત પણ મુંબઈથી આવીને અહીં પ્રસાદ ચડાવી ચૂક્યા છે. તેમણે બાબા પાસે મન્નત માંગી હતી કે પુત્રને જલદી જામીન મળે. આ વાત ત્યારની છે જ્યારે અભિનેતા સંજય દત્ત જેલમાં હતા. ત્યારબાદ જામીન મળ્યા અને અહીં આવીને પૂજા અર્ચના બાદ પ્રસાદ ચડાવવામાં આવ્યો હતો. તે સમયે ત્યાં પૂજારી દયારામ ગેહરા હતા. સુનિલ દત્તના ઘરે કામ કરતી એક મહિલાએ તેમને આ ધન્નાબાબા વિશે જણાવ્યું હોવાનું કહેવાય છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે