EV Policy: હવે Electric Car ખરીદવી બની આસાન, સરકાર આપશે 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

સરકાર રાજ્યમાં ખરીદવામાં આવતા ઇલેક્ટ્રિક વાહનોને ફેક્ટરી મૂલ્ય પર 15 ટકાની સબસિડી આપશે. રાજ્યમાં પહેલાં ખરીદવામાં આવતા 2 લાખ ઇલેક્ટ્રિક ટુવ્હીલર વાહન પર 5,000 રૂપિયા પ્રતિ વાહનની છૂટ મળશે.

EV Policy: હવે Electric Car ખરીદવી બની આસાન, સરકાર આપશે 1 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ

UP EV Policy 2022: આખી દુનિયા ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરી રહી છે. ભારત પણ ઇલેક્ટ્રિક વાહનોને લઇને ભવિષ્યની રણનીતિ બનાવી રહી છે. ઘણા રાજ્યોમાં ઇલેક્ટ્રિક વાહનો માટે પોલિસી બની ચૂકી છે અને હજુ ઘણા રાજ્યોમાં પોલિસી બનાવવાનું કામ ચાલુ છે. હવે ઉત્તર પ્રદેશ સરકારે પોતાની ઇલેક્ટ્રિક વાહન પોલિસી જાહેર કરી છે. રાજ્ય સરકારે ગુરૂવારે મંત્રીપરિષદની બેઠકમાં ઇલેક્ટ્રિક વાહનની નીતિને મંજૂરી આપી છે.

આ પોલિસીને સરકારે 3D બનાવી છે એટલે કે તેનાથી 3 અલગ-અલગ ટાર્ગેટને પ્રાપ્ત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે. તેના અંતગર્ત સરકાર નવા ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર ખરીદારોને છૂટ આપશે, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન બનાવવા માટે પ્રોત્સાહિત કરશે અને ચાર્જિંગ સ્ટેશન અથવા બેટરી સ્વેપિંગ સેંટર સ્થાપિત કરનારને સરકાર તરફથી ઘણા પ્રકારની રાહત આપવામાં આવશે. 

એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદારોને આકર્ષિત સબસિડી આપવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમાં ઉત્તર પ્રદેશમાં ખરીદી અને રજિસ્ટ્રેશન તમામ ઇલેક્ટ્રિક વાહન પર નીતિની પ્રભાવિ અવધિના પહેલાં ત્રણ વર્ષ દરમિયાન રોડ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જમાં 100 ટકા છૂટ સામેલ છે. જો કોઇ ગ્રાહકનું ઇલેક્ટ્રિક વાહન યૂપીમાં જ બનેલું છે, તેને આ છૂટ ચોથા અને પાંચમા વર્ષે પણ ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પર મળશે. 

સરકાર રાજ્યમાં ખરીદવામાં આવતા ઇલેક્ટ્રિક વાહનોને ફેક્ટરી મૂલ્ય પર 15 ટકાની સબસિડી આપશે. રાજ્યમાં પહેલાં ખરીદવામાં આવતા 2 લાખ ઇલેક્ટ્રિક ટુવ્હીલર વાહન પર 5,000 રૂપિયા પ્રતિ વાહનની છૂટ મળશે. તો બીજી તરફ શરૂઆતી 50,000 થ્રી વ્હીલર વાહન પર સરકાર 12,000 રૂપિયા પ્રતિ યૂનિટ છૂટ આપશે. તો બીજી તરફ ઇલેક્ટ્રિક કાર ખરીદનાર પહેલાં 25,000 ગ્રાહકોને 1 લાખ રૂપિયાની છૂટ આપશે, 

આ ઉપરાંત સરકારે રાજ્યમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સાથે સાથે ઇવી બેટરીને પ્રોત્સાહન આપવા માટે નીતિ બનાવી છે. તે મુજબ રાજ્યમાં 1 ગીગાવોટ ન્યૂનતમ ક્ષમતાવાળા બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ લગાવવા પર સરકાર તરફથી સબસિડી આપવામાં આવશે. 1500 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ રોકાણ કરનાર પ્રથમ બે અલ્ટ્રા મેગા બેટરી પ્રોજેક્ટને 30 ટકા (રોકાણ પર) ની સબસિડી મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news