UP: ધર્મ પરિવર્તન મામલે યોગી સરકાર આકરા પાણીએ, દોષિતો પર લાગશે NSA, સંપત્તિ પણ જપ્ત થઈ જશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્દેશ અપાયા છે કે એજન્સીઓ આ મામલાના મૂળ સુધી જાય અને તેમાં જે પણ સામેલ હોય તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. 

UP: ધર્મ પરિવર્તન મામલે યોગી સરકાર આકરા પાણીએ, દોષિતો પર લાગશે NSA, સંપત્તિ પણ જપ્ત થઈ જશે

લખનૌ: ઉત્તર પ્રદેશના નોઈડામાં ધર્મ પરિવર્તન રેકેટનો પર્દાફાશ થતા જ પ્રદેશની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્દેશ અપાયા છે કે એજન્સીઓ આ મામલાના મૂળ સુધી જાય અને તેમાં જે પણ સામેલ હોય તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એવો પણ આદેશ આપ્યો છે કે દોષિતો પર નેશનલ સિક્યુરિટી એક્ટ (NSA) લગાવવામાં આવે. આ સાથે ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ એક્શન લેવામાં આવે. જે પણ ધર્માંતરણ મામલે આરોપી છે તેમની સંપત્તિ જપ્ત કરી લેવાના પણ નિર્દેશ અપાયા છે. 

શું છે આખો મામલો?
અત્રે જણાવવાનું કે હાલમાં જ ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ધર્મપરિવર્તન રેકેટનો ખુલાસો થયો છે. નોઈડા પોલીસને લાંબા સમયથી ફરિયાદો મળી રહી હતી ત્યારબાદ એટીએસની મદદથી આ મામલે કાર્યવાહી કરાઈ. યુપી એટીએસએ આ મામલે આરોપી મોહમ્મદ ઉમર ગૌતમ અને મુફ્તી કાઝી જહાંગીર કાસમીની ધરપકડ કરી છે. 

— ANI UP (@ANINewsUP) June 22, 2021

પોલીસ સૂત્રોને  આ મામલે વિદેશી ફંડિંગ અને અનેક લોકોના સામેલ હોવાની જાણકારી પણ મળી છે. પોલીસના જણાવ્યાં મુજબ આ લોકો મૂક બધિર બાળકોને ધર્માંતરણનો શિકાર બનાવતા હતા અને સાથે સાથે મહિલાઓને પણ લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવતું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news