અભદ્ર ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કેસ કરવાનું યોગ્ય કારણ નથી : સુપ્રીમ કોર્ટ

Supreme Court on SC/ST Act: કોર્ટે આ મામલે કહ્યું હતું કે અપમાનજનક નિવેદન ફરિયાદ કરનારની પત્ની અને દિકરાની હાજરીમાં કરાયું હતું ત્યાં અન્ય કોઈ હાજર ન હતું તેથી તેને સાર્વજનિક ન કહી શકાય.

અભદ્ર ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કેસ કરવાનું યોગ્ય કારણ નથી : સુપ્રીમ કોર્ટ

Supreme Court on SC/ST Act: સુપ્રીમ કોર્ટે  એક કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિરુદ્ધ અભદ્ર કે અપમાનજનક ભાષાનો પ્રયોગ થયો તે વાત SC/ST એક્ટ હેઠળ કોઈ વ્યક્તિ વિરુદ્ધ કેસ કરવા માટે પુરતી નથી. જસ્ટિસ એસ રવીન્દ્ર ભટ અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠે કહ્યું હતું કે SC/ST એક્ટની કલમના દંડાત્મક પ્રાવધાનને લાગૂ કરવા માટે એ સાબિત કરવું પડશે કે આ પ્રકારની ટીપ્પણી જાણીજોઈને સાર્વજનિક સ્થાન પર કરવામાં આવેલી છે કે નહીં. ચાર્જશીટ કે એફઆઈઆરની કોપીમાં પણ આ વાતનો ઉલ્લેખ હોવો જરૂરી છે. 

આ પણ વાંચો:

સુપ્રીમ કોર્ટની બે સદસ્યની પીઠે સ્પષ્ટ કર્યું હતું કે એસસી અને એસટી વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ થયો તે વાત કોઈ વ્યક્તિ પર કેસ કરવા માટે પુરતો પુરાવો નથી. સાથે જ કોર્ટે કહ્યું કે આ અધિનિયમની કલમ હેઠળ કોઈ વ્યક્તિ પર કેસ ચલાવતાં પહેલા સાર્વજનિક દ્રષ્ટિએ કરવામાં આવેલી વાતનો ઉલ્લેખ ચાર્જશીટમાં પણ હોવો જોઈએ. જેથી કોર્ટને ખ્યાલ આવે કે અપરાધ SC/ST એક્ટ હેઠળ કેસ બને છે કે નહીં.
 

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી એક મામલે સુનાવણી દરમિયાન કરી હતી. જેમાં એક વ્યક્તિ વિરુદ્ધ કથિત ચાર્જશીટ દાખલ કરેલી હતી. જેમાં SC/ST એક્ટની કલમ હેઠળ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના વ્યક્તિને ઈરાદાપૂર્વક જાહેરમાં અપમાનિક કરવા અને ધમકી આપવાનો કેસ કરવામાં આવ્યો હતો. કોર્ટે આ મામલે અરજીને રદ્દ કરી હતી અને કહ્યું હતું કે પ્રાથમિકી અને ચાર્જશીટમાં ફરિયાદ કરનારની જાતિનો કોઈ સંદર્ભ નથી. સાથે જ કોર્ટે કહ્યું કે અપમાનજનક નિવેદન ફરિયાદ કરનારની પત્ની અને દિકરાની હાજરીમાં કરાયું હતું ત્યાં અન્ય કોઈ હાજર ન હતું તેથી તેને સાર્વજનિક ન કહી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news