ક્વાડ, આતંકવાદ અને અફઘાનિસ્તાન સહિત આ મુદ્દા પર બોલ્યા અમેરિકાના વિદેશ મંત્રી Antony Blinken
અમેરિકી વિદેશ મંત્રીએ અફઘાનિસ્તાનના મુદ્દા પર પોતાની વાત રાખી અને અમેરિકાના ઇરાદા પણ વ્યક્ત કર્યા છે. બ્લિંકને કહ્યુ કે જે કંઈ થશે વાતચીતથી થશે. અફઘાનિસ્તાન મુદ્દા પર ભારત અને અમેરિકા સાથે મળી કામ કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં જે સ્થિતિ છે તેના પર અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને શું કહે છે તેના પર બધાની નજર હતી. બુધવારે આ મુદ્દા પર બ્લિંકને કહ્યુ કે અમે અફઘાનિસ્તાનમાં એવી સરકાર ઈચ્છીએ છીએ જે ત્યાના લોકોએ ચૂંટી હોય. તે માટે ખુબ કામ કરવું પડશે. અમે એક સમાવેશી અફઘાનિસ્તાન ઈચ્છીએ છીએ. આ દિશામાં ભારત અને અમેરિકા સાથે મળી કામ કરી રહ્યાં છે. બ્લિંકને કહ્યુ કે, એક વાત હું સ્પષ્ટ રીતે કહુ છું કે જો અમે અફઘાનિસ્તાનમાંથી સેના હટાવી લીધી તો પણ ત્યાંથી અમારૂ ધ્યાન હટશે નહીં.
અફઘાનિસ્તાનને લઈને ભારત અને અમેરિકાનો મત લગભગ એક જેવો છે. અમારા પાડોશી હોવાને નાતે અફઘાનિસ્તાનમાં શાંતિ અમારી ઈચ્છા છે. અમેરિકાની ત્યાં પર અનોખી ઉપસ્થિતિ છે. બ્લિંકને કહ્યુ કે તાલિબાન તરફથી અફઘાનિસ્તાનમાં અત્યાચારના સમાચારો છે. તે ખરેખર પરેશાન કરે છે. અમે અફઘાનિસ્તાનના મામલાને જોઈ રહ્યાં છીએ.
#WATCH | We talk about in our founding document, search for a more perfect union that means we're not perfect. No democracy regardless of how large/old has it all figured out: US Secy of State on being asked 'have you addressed Indian Govt's backslide on issues like human rights' pic.twitter.com/qr7qqHn3Ac
— ANI (@ANI) July 28, 2021
બ્લિંકને કહ્યુ કે અફઘાનિસ્તાનના મુદ્દા પર તાલિબાન આંતરરાષ્ટ્રીય સમર્થન ઈચ્છે છે. તેની પાછળ તાલિબાન સંભવત ઈચ્છે છે કે તેના નેતા દુનિયામાં સ્વતંત્ર રૂપથી યાત્રા કરે અને પ્રતિબંધ હટાવી લેવામાં આવે. અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, બળપૂર્વક દેશ પર અધિકાર કરવો અને લોકોના અધિકારોનું હનન કરવું તે ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવાનો રસ્તો નથી. માત્ર એક રસ્તો છે અને તે છે વાર્તા કરી શાંતિપૂર્ણ રીતે મુદ્દા હલ કરવાનો પ્રયાસ.
ભારતના પ્રવાસે આવેલા અમેરિકી વિદેશ મંત્રી અને ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત પત્રકાર પરિષદ કરી હતી. બ્લિંકને ભારતીય વિદેશ મંત્રીની પ્રશંસા કરતા કહ્યુ કે, ભારત અને અમેરિકાનો સંબંધ દુનિયાના સૌથી મહત્વના સંબંધોમાંથી એક છે. બ્લિંકને કહ્યુ કે, ભારતીય વિદેશ મંત્રી જયશંકર સાથે તેમની ક્વાડ અને સમુદ્રી સુરક્ષા પર પણ ચર્ચા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે