Trump India Visit: દિલ્હી પહોંચ્યા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, જાણો આવતીકાલે શું છે કાર્યક્રમ
મંગળવારે સવારે 10.30 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. સવારે 11 કલાકે હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે.
Trending Photos
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસીય ભારતના પ્રવાસે આવ્યા છે. ગુજરાતના અમદાવાદમાં 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમને સંબોધિત કર્યાં બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આગરામાં આવેલા તાજમહેલની પણ મુલાકાત લીધી હતી. હવે રાષ્ટ્રપતિ ટ્રમ્પ દેશની રાજધાની નવી દિલ્હી પહોંચી ગયા છે. ટ્રમ્પ આઈટીસી મૌર્ય હોટલમાં વિશ્રામ કરશે.
મંગળવારે બંન્ને દેશો વચ્ચે ઘણી સમજુતી પર થશે વાત
મંગળવારે સવારે 10.30 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ રાજઘાટ પર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપશે. સવારે 11 કલાકે હૈદરાબાદ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરશે. હૈદરાબાદ હાઉસમાં પત્રકાર પરિષદ તથા સમજુતીનું આદાન-પ્રદાન કરવામાં આવશે. સાંજે 7.30 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ ભવનમાં રામનાથ કોવિંદ દ્વારા ભવ્ય રાત્રીભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ રાત્રે 10 કલાકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા માટે રવાના થશે.
ભવ્ય રાત્રીભોજનનું આયોજન
અમેરિકાના રાષ્ટ્રપતિ માટે રાખવામાં આવેલા ખાસ રાત્રીભોજનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીમંડળના સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવાય પૂર્વ પીએમ મનમોહન સિંહ તથા રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષના નેતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.
Delhi: US President Donald Trump & First Lady Melania Trump arrive at Air Force Station, Palam. He will meet President Ram Nath Kovind & Prime Minister Narendra Modi, tomorrow. pic.twitter.com/J9XiduFnTQ
— ANI (@ANI) February 24, 2020
હોટલમાં જડબેસલાક સુરક્ષા
અમેરિકાના રાષ્ટ્રપતિ જે આઈટીસી મૌર્ય હોટલમાં રાત્રીરોકાણ કરશે તેમાં સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. સેના અને અર્ધસૈનિક દળોના જવાન તે રસ્તા પર ચેકિંગ કરી રહ્યાં છે જ્યાંથી ટ્રમ્પ પસાર થશે. સત્તાવાર સૂત્રો પ્રમાણે સુરક્ષા એજન્સીઓ અમેરિકાના ગુપ્તચરની સાથે મળીને સુરક્ષાને અભેદ બનાવી દીધી છે. ઉંચી ઇમારતો પર એનએસજીની ડ્રોન વિરોધી ટૂકડી, વિશિષ્ટ સ્વેટ કમાન્ડો, ડોગ સ્ક્વોડ, શાર્પ શૂટર્સ તૈનાત છે.
ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યક્રમ, મંગળવાર, 25 ફેબ્રુઆરી
સવારે 10 કલાકે
રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત કરવામાં આવશે
સવારે 10.30 કલાકે
રાજઘાટઃ મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પચક્ર અર્પિત કરશે
સવારે 11 કલાકે
પીએમ નરેન્દ્ર મોદીની સાથે હૈદરાબાદ હાઉસમાં બેઠક કરશે
બપોરે 12.40 કલાકે
હૈદરાબાદ હાઉસમાં પત્રકાર પરિષદ સંબોધિત કરશે
સાંજે 7.30 કલાકે
રાષ્ટ્રપતિ ભવન પહોંચશે જ્યાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની સાથે બેઠક કરશે
રાત્રે 10 કલાકે
અમેરિકા માટે રવાના
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે